Home રમત-ગમત Sports રાંચીમાં ભારત-ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મળેલી હાર બાદ બેન સ્ટોક્સનું નિવેદન સામે...

રાંચીમાં ભારત-ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મળેલી હાર બાદ બેન સ્ટોક્સનું નિવેદન સામે આવ્યું

50
0

(જી.એન.એસ),તા.૨૬

રાંચી,

ભારતીય ક્રિકેટ ટીમે રાંચીના ઝારખંડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. આ સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1ની સરસાઈ મેળવી લીધી છે. આ શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે જીતી હતી. બીજી મેચમાં ઈંગ્લેન્ડે પણ ટીમ ઈન્ડિયાને ટક્કર આપી હતી, પરંતુ ત્રીજી અને ચોથી મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતને વધુ ટક્કર આપી શકી નહોતી અને બંને મેચ હારી ગઈ હતી. રાંચીમાં ઈંગ્લેન્ડના બેઝબોલ ક્રિકેટનો જાદુ ન ચાલ્યો. ભારતે ચોથા દિવસે જ જીત મેળવી હતી. આ હાર બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ રડવા લાગ્યો છે અને હારનું બહાનું બનાવવા લાગ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે સ્ટોક્સે આ હાર માટે એક રીતે પોતાના યુવા ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા છે. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 307 રનમાં સમેટાઈ ગઈ હતી. અહીં એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડની ટીમ જીતશે, પરંતુ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની બેઝબોલ ગેમ ડૂબી ગઈ અને ટીમ માત્ર 145 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારતને ફરીથી 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને સોમવારે ચોથા દિવસે પાંચ વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયાએ હાંસલ કરી લીધો હતો. રોહિતે જીત બાદ પોતાની યુવા બ્રિગેડની પ્રશંસા કરી હતી, જ્યારે સ્ટોક્સના નિવેદન પર નજર કરીએ તો સ્પષ્ટ જણાય છે કે હારની જવાબદારી લેવાને બદલે તે યુવા ખેલાડીઓને બલિનો બકરો બનાવવા માંગે છે.

મેચ બાદ સ્ટોક્સે કહ્યું કે આ મેચ શાનદાર રહી. મને મારી ટીમ પર ગર્વ છે. અમારી પાસે ઓછા અનુભવી સ્પિનરો છે, જેનો ભારતને ફાયદો થયો હતો. અમારા બોલરો વધારે એક્સપોઝર વગર ભારત આવ્યા હતા અને તેઓએ જે રીતે બોલિંગ કરી તે જોતા તેમના વિષે વધુ કંઈ કહી શકાય તેમ નથી. સ્ટોક્સ તેની ટીમના સ્પિનરોના ઓછા અનુભવની ફરિયાદ કરી રહ્યો છે પરંતુ તેમના સ્પિનરો આ શ્રેણીમાં વધુ સારું રમ્યા છે. ઈંગ્લેન્ડની ટીમે જે ટક્કર આપી તેમાં સ્પિનરોનો મોટો હાથ હતો. જ્યારે ઈંગ્લેન્ડની બેટિંગે ઘણા નિરાશ કર્યા છે. ઈંગ્લેન્ડની બેઝબોલ ક્રિકેટ સંપૂર્ણ નિષ્ફળ રહી છે. જો રૂટે આ મેચમાં સદી ફટકારી હતી પરંતુ તેની બેટિંગ પર નજર કરીએ તો તેણે બેઝબોલ ક્રિકેટને બાજુ પર રાખીને તેની નેચરલ ઈનિંગ રમી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાંચી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટથી જીત મેળવી લીધી
Next articleવિમેન્સ પ્રીમિયગ લીગમાં ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની બીજી જીત