Home રમત-ગમત Sports રહેમાનુલ્લાહ ગુરબાઝને આઈસીસીની આચારસંહિતાના ભંગ બદલ ઠપકો અપાયો

રહેમાનુલ્લાહ ગુરબાઝને આઈસીસીની આચારસંહિતાના ભંગ બદલ ઠપકો અપાયો

44
0

(GNS),18

અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝને વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં આઈસીસીની આચારસંહિતાના પ્રથમ સ્તરના ઉલ્લંઘન બદલ ઠકપો આપવામાં આવ્યો હતો. સોમવારે દિલ્હીમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ગુરબે આઈસીસી આચારસંહિતાના અનુચ્છેદ 2.2નું ઉલ્લંઘન કર્યું હતું. આઈસીસી કોડ ઓફ કંડક્ટનું આર્ટિકલ 2.2 આંતરરાષ્ટ્રીય મેચમાં ક્રિકેટ સાધનો અથવા કપડાં, મેદાન પરના સાધનો વગેરેના દુરૂપયોગ સંલગ્ન છે. ગુરબાઝને ઠકપા ઉપરાંત એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો હતો. તેણે વિતેસા બે વર્ષમાં સૌપ્રથમ વખત આઈસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. ઈંગ્લેન્ડ સામેની મેચમાં 19મી ઓવરમાં અફઘાનનો ઓપનર આઉટ થયો હતો અને તેણે બાઉન્ડ્રી પર તથા ખુરશી સાથે પોતાનું બેટ અથડાવ્યું હતું..

મેચ રેફરીની એમિરટ્સ આઈસીસી ઈલાઈટ પેનલના જેફ ક્રોએ આ દરખાસ્ત કરી હતી અને ગુરબાઝે તેને સ્વીકારતા કેસની સુનાવણી ટળી છે. ગ્રાઉન્ડ અમ્પાયર ટોડ ટકર અને શરફુદ્દૌલા ઈબ્ને શાહિદે, થર્ડ અમ્પાયર પૌલ રીફેલ અને ચોથા અમ્પાયર પૌલ વિલ્સને ગુરબાઝ વિરુદ્ધ આ આક્ષેપો કર્યા હતા. આઈસીસીની આચારસંહિતના પ્રથમ સ્તરના ઉલ્લંઘન બદલ ખેલાડીને ઠપકો આપવામાં આવે છે અને મેચ ફીના મહત્તમ 50 ટકાનો દંડ ઉપરાંત એક અથવા બે ડીમેરિટ પોઈન્ટ્સનો દંડ કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેધરલેન્ડની વર્લ્ડ કપમાં પ્રથમ જીત, દક્ષિણ આફ્રિકાનો 38 રને પરાજય
Next articleમોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં રમવા રાહ જોવી પડશે