Home ગુજરાત રહસ્યઃ કોરોના દર્દીઓ માટે તૈયાર કરાયેલ VSનો 3 માળનો ટ્રોમા સેન્ટર પણ...

રહસ્યઃ કોરોના દર્દીઓ માટે તૈયાર કરાયેલ VSનો 3 માળનો ટ્રોમા સેન્ટર પણ ખાલી…!

475
0
અમ્યુકોના સત્તાધીશો કહે છે કે SVPમાં હવે નવા દર્દી માટે જગ્યા નથી, તો VSના ટ્રોમા સેન્ટરનો કેમ ઉપયોગ કરાતો નથી….?
શું VSના ટ્રોમા સેન્ટરને તૈયાર કરીને કોઇ VVIP પેશન્ટ માટે ખાલી રખાયો છે..? ચર્ચાતો સવાલ

જીએનએસ. ( વિશેષ અહેવાલ) અમદાવાદ
ગુજરાતે આજે પહેલી મેના રેજ 60 વર્ષ પૂરા કર્યા અને 61મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગુજરાતની સ્થાપના 1960માં થઇ ત્યારે તે વખતના નેતાઓને એવી કલ્પના પણ નહીં હોય કે 60માં સ્થાપના દિનની ઉજવણી નહીં થાય અને કોરોના વાઇરસને કારણે આખુ ગુજરાત લોકડાઉનમાં કેદ હશે…! ગુજરાતમાં કોરોનાના 4 હજાર કરતાં વધારે કેસો નોંધાયા છે તેમાં સૌથી વધારે કેસો અમદાવાદ શહેરના છે અને છેલ્લાં એક સપ્તાહથી એકલા અમદાવાદમાં 150 કરતાં વધારે કેસો કોરોનાના પોઝીટીવ બહાર આવી રહ્યાં છે. કોરોના પેશન્ટને સીવીલ ઉપરાંત નવી બનાવેલી એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાય છે અને અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ એવી જાહેરાત કરે છે કે એલવાપીમાં હવે જગ્યા નથી અને આસપાસની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને લઇ જવામાં આવે છે. પરંતુ એક નવી ચોંકાવનારી માહિતી પ્રમાણે, એસવીપીની નજીકમાં જ જુની વીએસ હોસ્પિટલમાં 3 માળનો આખો ટ્રોમા સેન્ટર તમામ સુવિધા સાથે તૈયાર છે અને ખાલી છે તેમ છતાં વીએસના ટ્રોમા સેન્ટર અને અન્ય ખાલી પડેલા વોર્ડોમાં કોરોનાના નવા દર્દીઓને કેમ દાખલ કરાતા નથી અને આ આખા 3 માળ કોના માટે તૈયાર કરીને ખાલી રાખવામાં આવ્યાં છે…તેના ચર્ચા જોરશોરથી અમ્યુકોમાં થઇ રહી છે. શું કોઇ વીવીઆપી કોરોના પેશન્ટ માટે 3 માળનો અને વેન્ટીલેટર્સ સહિતની તમામ સુવિધા ધરાવનાર ટ્રોમા સેન્ટર ખાલી રાખવામાં આવ્યો છે…સામાન્ય દર્દીઓને આ ટ્રોમા સેન્ટરમાં કેમ દાખલ કરાતા નથી અને આસપાસના કોવિડ હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવે છે…તેવા સવાલો પણ ચર્ચાઇ રહ્યાં છે.
અમ્યુકોના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, મ્યુનિ. કમિશેનર વિજય નેહરા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે એસવીપી હોસ્પિટલમાં હવે જગ્યા નથી. એકલા અમદાવાદ શહેરમાં કોરોનાના 2 હજાર કરતાં વધારે દર્દીઓ છે. હોસ્પિટલોમાં હવે જગ્યા જ નથી તેથી નવા દર્દીઓને કોવિડ હોસ્પિટલોમાં ખસેડાશે. પરંતુ એસવાપીની તદ્દન નજીકની વીએસ હોસ્પિટલમાં 3 માળનો આખો ટ્રોમા સેન્ટર ઓકસિજન, વેન્ટીલેટર્સ અને અન્ય તબીબી સવિધા સાથે તૈયાર કરીને ખાલી રખાયો છે. આ ટ્રોમા સેન્ટર માટે 18 જેટલા ડોક્ટરોની ટીમ પણ તૈયાર છે. તેમ છતાં તેમાં કોરોના પોઝીટીવના દર્દીઓને કેમ દાખલ કરાતા નથી, તેવા સવાલો થઇ રહ્યાં છે.
સૂત્રોએ કહ્યું કે એક તરફ અમ્યુકો અને અન્ય તંત્ર દ્વારા નવા દર્દીઓ માટે જગ્યા નથીની બુમો પાડીને લોકડાઉનનું પાલન કરવા નાગરિકોને વારંવાર અપીલ કરવામાં આવે છે અને તે એક સારી અને આવકાર્ય બાબત છે. પરંતુ વીએસના ટ્રોમા સેન્ટરનો હાલની કોરોના કટોકટીમાં કેમ ઉપયોગ કરાતો નથી..?
સૂત્રોએ કહ્યું કે વીએસ પ્રત્યે ભેદભાવ રાખીને તેની ઉપેક્ષાના ભાગરૂપે આ હોસ્પિટલમાં સ્ટાફની મહિને કે બે મહિને નહીં પણ દિવસમાં ગમે ત્યારે બદલી કરી દેવામાં આવે છે. સ્ટાફમાં તેનાથી ભારે અસંતોષ છે. અમ્યુકોના સત્તાધીશો શું કરવા માંગે છે તે જ હોસેપિટલના સ્ટાફને સમજાતુ નથી. મનફાવે તેમ સ્ટાફની દિવસમાં ગમે ત્યારે બદલી કરી દેવામાં આવે છે.
સૂત્રોએ કહ્યું કે હાલમાં 10માંથી 6 પેશન્ટ કોરોના પોઝીટીવના આવી રહ્યાં છે. રોજેરોજ નવા કેસોની સંખ્યા વધી રહી છે અને સાજા થઇને રજા લેનાર દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે. એકલા અમદાવાદમાં જ કોરોના પોઝીટીવના કેસોની સંખ્યા બે હજારને પાર થઇ ગઇ છે. નવા 150 કે તેથી વધુ પોઝીટીવ કેસો અમદાવાદમાં બહાર આવી રહ્યાં છે ત્યારે કોવિડ હોસ્પિટલ કે જે દૂર છે ત્યાં દર્દીઓને લઇ જવાને બદલે શંકાસ્પદ કેસોને વીએસના ટ્રોમા સેન્ટરમાં રાખી શકાય તેમ છે. 3 માળમાં ટ્રોમા સેન્ટર છે. ઉપરાંત ઇમરજન્સી વોર્ડ ખાલી છે, વોર્ડ નં. 3 અને 4 સહિત અન્ય ઘણાં બેડ ખાલી છે, જરૂરી સ્ટાફ ઉપલબ્ધ છે, તમામ તબીબી સુવિધા, ઉપકરણો ઉપલબ્ધ છે ત્યારે ટ્રોમા સેન્ટર તૈયાર કરાવીને કોના માટે ખાલી રખાયો છે, તેનું રહસ્ય ઘેરી બની રહ્યું છે. શું કોઇ વીવીઆઇપી દર્દી માટે તૈયાર કરીને ખાલી રખાયું છે, જો તેમ ના હોય તો અતિ આધુનિક સુવિધા સાથેના આ ટ્રોમા સેન્ટર અને અન્ય ખાલી વોર્ડનો કેમ ઉપયોગ કરાતો નથી…આ મુદ્દો અમ્યુકોમાં ચર્ચા રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમામ ખાનગી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે. 150 હોસ્પિટલોની સ્વૈચ્છિક સંમતિ…!
Next articleઅખબારોને 15000 કરોડનું જંગી નુકસાનઃ સરકારી મદદની તાકીદે જરૂર : INS