Home મનોરંજન - Entertainment રશ્મિકા મંદાનાએ 19 વર્ષની ઉંમરે જ ફિલ્મમાં ડેબ્યુની શરુઆત કરી હતી

રશ્મિકા મંદાનાએ 19 વર્ષની ઉંમરે જ ફિલ્મમાં ડેબ્યુની શરુઆત કરી હતી

84
0

(જી.એન.એસ),તા.૦૫
મુંબઈ
મનોરંજન જગતની મોટી ફિલ્મોમાંની એક ગણાતી ફિલ્મ ‘પુષ્પઃ ધ રાઇઝ’ની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો જન્મદિવસ છે. આ સાથે રશ્મિકા આજે 26 વર્ષની થઈ ગઈ છે. એક્ટ્રેસ રશ્મિકા મંદાના અત્યાર સુધી સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રીની અલ્લુ અર્જુન (Allu Arjun) સાથેની ‘ફિલ્મ પુષ્પા ધ રાઈઝે’ બોલિવૂડને પણ ટક્કર આપી હતી. આવી સ્થિતિમાં રશ્મિકા હવે બોલિવૂડ ફિલ્મોમાં પણ ડેબ્યુ કરવા માટે તૈયાર છે.પુષ્પા ફિલ્મ હિટ થયા પછી અને અભિનેત્રીનું ‘સામી-સામી’ સોંગ સુપર ચાર્ટબસ્ટર પર નંબર 1 બન્યા પછી, રશ્મિકાને તેની ફિલ્મ માટે બોલિવૂડના ઘણા નિર્માતાઓએ સંપર્ક કર્યો હતો. અભિનેત્રીના જન્મદિવસે આજે અમે તમને જણાવીશું કે રશ્મિકાની અત્યાર સુધીની ફિલ્મ સફર કેવી રહી છે, જ્યારે આવનારા દિવસોમાં ‘સામી-સામી’ ગર્લ કઈ -કઈ ફિલ્મોમાં બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કરતી જોવા મળશે. ઘણી કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાની વર્ષ 2020 થી લોકપ્રિયતા વધી છે. આ સમયે રશ્મિકા ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી. આવી સ્થિતિમાં રશ્મિકાને ‘નેશનલ ક્રશ’ પણ કહેવામાં આવી હતી. કર્ણાટકમાં જન્મેલી રશ્મિકાએ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું અને સાઉથમાં પોતાની ઓળખ બનાવી. રશ્મિકા કર્ણાટકના વિરાજપેટની છે. અભિનેત્રીએ તેનુ શિક્ષણ પણ અહીંથી જ પૂરું કર્યું હતું. અભ્યાસ દરમિયાન રશ્મિકાએ મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં 19 વર્ષની ઉંમરે તેમને પહેલીવાર ફિલ્મની ઓફર થઈ હતી. આવી સ્થિતિમાં રશ્મિકાએ વર્ષ 2016માં ‘કિરિક પાર્ટી’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. રશ્મિકાએ વર્ષ 2018માં ફિલ્મ ‘ચલો’થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ પછી અભિનેત્રીએ ગીતા ગોવિંદમ, દેવદાસ, ડિયર કોમરેડ, સરીલેરુ નીકેવરુ અને ભીષ્મ જેવી ફિલ્મોમાં કામ કર્યું. એવું જાણવા મળ્યું હતું કે અભિનેત્રીએ ફિલ્મ ‘કિરિક પાર્ટી’ દરમિયાન તેના કો-સ્ટાર સાથે સગાઈ કરી લીધી હતી. અભિનેતા રક્ષિત શેટ્ટી અને રશ્મિકાના ડેટિંગના અહેવાલો હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 2018માં બંનેએ આ સંબંધનો અંત લાવવા પરસ્પર સંમતિ આપી હતી. જો કે, આ સંબંધ શા માટે તૂટ્યો તે કારણ ક્યારેય બહાર આવ્યું નથી. રશ્મિકા મંદાના વિશે એવા સમાચાર છે કે તે જલ્દી જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઉપરાંત અભિનેત્રી રશ્મિકા અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. આ સિવાય રશ્મિકા મંદન્ના, રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી શકે છે. અહેવાલ છે કે રશ્મિકા મંદન્નાને રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં લીડ રોલ મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field