(GNS),16
હિસ્ટ્રી ટીવી18 એ તેની નવી ડોક્યુમેન્ટરી ‘ધ ઈવેક્યુએશન: ઓપરેશન ગંગા’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે યુક્રેનમાં ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા 21મી સદીના સૌથી મોટા ઈવેક્યુએશન ઓપરેશન્સની એકની રોમાંચક કથાની વાત કરે છે. મીડિયા વિવેચક અને ડિફેન્સ એનાલિસ્ટ એવા મારૂફ રઝા દ્વારા રજૂ કરવામાં આવનાર, ડોક્યુમેન્ટરીમાં રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના અનુભવો રજૂ કરે છે, આ વિદ્યાર્થીઓ પાયાની જરૂરિયાતો જેવા કે ખોરાક અને પાણીથી વંચિત રહીને બંકરોમાં રહેતા હતા. ત્યારે તેમના માતા-પિતા તેમના સુરક્ષિત પરત આવવાની ચિંતા કરતાં હતા અને રાહ જોઈ રહ્યા હતા. યુક્રેનની બગડતી પરિસ્થિતિ અને જીવવા માટે મુશ્કેલ બની ગયેલી સ્થિતિનું ફિલ્મમાં વર્ણન છે. આ ડોક્યુમેન્ટરીમાં એક જ ઉદ્દેશ્ય પર કેન્દ્રિત એક વિશાળ રેસ્ક્યૂ મિશનનો ખુલાસો છે અને એ હેતુ હતો- દરેક ભારતીયને ઘરે પાછા લાવવા. દિલધડક ફૂટેજીસ, ઘટનાની વિગતો, ત્યાં હાજર લોકોનાં પોતે ભોગવેલી ઘટનાઓનાં અનુભવો અને અભૂતપૂર્વ શૈલીમાં, ‘ધ ઈવેક્યુએશન: ઓપરેશન ગંગા’ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત માર્ગો શોધવાના ભારત સરકારના નોંધપાત્ર પ્રયાસોની સમજ આપે છે.
યુક્રેન-રશિયા સંઘર્ષ ફાટી નીકળ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને દુશ્મનાવટ વધતાં વિશ્વભરમાં તેના પ્રત્યાઘાતો અનુભવાયા છે. યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે, અનિશ્ચિતતા અને જીવન માટેનું જોખમ મોટું હતું. ‘ધ ઈવેક્યુએશન’ ભારતની અદમ્ય ભાવના અને દરેક ભારતીય નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાના ભારત સરકારના એક અફર સંકલ્પ પર પ્રકાશ પાડે છે. માનવતાવાદી મિશનનું સુકાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સંભળાયું હતુ . ડોક્યુમેન્ટ્રી પર દર્શાવતા, વડાપ્રધાન સમજાવે છે કે કેવી રીતે ઓપરેશન ગંગાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો દેશ માટે શું અર્થ હતો. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, “દરેક ભારતીયના હૃદયમાં ઊંડો વિશ્વાસ રહેલો છે: ગમે તેટલો પડકાર હોય, સંજોગો ગમે તેટલા કપરા હોય, તેઓ જાણે છે કે તેમની સરકાર તેમની સાથે છે અને તેમને સુરક્ષિત રીતે ઘરે પરત લાવશે. આ માત્ર નીતિ નથી, આ આપણી માનવતાનો પુરાવો છે. આ એક બંધન છે જે આપણે વારંવાર મજબૂત થતા જોયું છે, જે આપણા રાષ્ટ્રની અદમ્ય ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.