Home દુનિયા - WORLD રશિયા યુક્રેન યુદ્ધના 2 વર્ષ પૂર્ણ, અમેરિકાએ રશિયા વિરૂદ્ધ 500થી વધારે નવા...

રશિયા યુક્રેન યુદ્ધના 2 વર્ષ પૂર્ણ, અમેરિકાએ રશિયા વિરૂદ્ધ 500થી વધારે નવા પ્રતિબંધ લગાવ્યા

43
0

(જી.એન.એસ),તા.૨૪

વોશિંગ્ટન,

રશિયા યુક્રેન યુદ્ધના આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. 24 ફેબ્રુઆરી 2022એ આજના દિવસે બંને દેશની વચ્ચે જંગની શરૂઆત થઈ હતી, જે અત્યાર સુધી ચાલુ છે. રશિયા યુક્રેન યુદ્ધની બીજી વરસી પર અમેરિકાએ મોસ્કો સામે 500થી વધારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી. વ્હાઈટ હાઉસે નિવેદન જાહેર કરીને તેની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સૌથી મોટા આલોચક એલેક્સી નવેલનીના મોતના સમાચાર બાદ અમેરિકાએ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.

આજે અમેરિકાએ પુતિનના સૌથી કટ્ટર વિપક્ષી નેતા અલેક્સી નવલનીની મોત માટે રશિયા વિરૂદ્ધ 500થી વધારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઈડેને કહ્યું કે યુક્રેનના બહાદુર લોકો પોતાની સ્વતંત્રતા અને ભવિષ્યની રક્ષા માટે દ્રઢ સંકલ્પની સાથે લડતા રહ્યા છે. નાટો પહેલાથી ઘણુ વધારે મજબૂત અને એકજૂથ છે. અમે યુક્રેનના સમર્થનમાં રશિયાને તેની આક્રામકતા માટે જવાબદાર ઠેરવવા પ્રતિબદ્ધ છીએ. અમેરિકાએ રશિયાના લગભગ 100 ફર્મ અને વ્યક્તિઓ પર કડક પ્રતિબંધ લગાવ્યા છે, યૂરોપીય સંઘે પણ રશિયાની લગભગ 200 કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટસ મુજબ રશિયાની જેલમાં બંધ પુતિનની સત્તાને પડકારતા તેમના સૌથી મોટા આલોચક અલેક્સી નવેલનીનું મોત થયુ. નવેલની 47 વર્ષની હતી.

તમને જણાવી દઈએ કે નવલની રશિયન રાષ્ટ્રપતિ પુતિનના વિરોધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે જેલમાં તેમની તબિયત અચાનક બગડી હતી. તે બેભાન થઈ ગયા. આ પછી તેમને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા, પરંતુ તે બચી શક્યા નહીં અને તેમનુ નિધન થયુ. નવેલનીના મોત બાદ તેમની પત્ની યૂલિયાએ કહ્યું કે પુતિને મારા પતિને મારી નાખ્યો. પુતિને માત્ર મારા પતિને નથી માર્યો પણ અમારી અપેક્ષા, અમારી આઝાદી અને અમારા ભવિષ્યને પણ મારવા ઈચ્છે છે. યૂલિયાએ લોકોને એકજૂથ થઈને સંઘર્ષ ચાલુ રાખવાની અપીલ કરી. જણાવી દઈએ કે રશિયા અને યૂક્રેનની વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી યુદ્ધ શરૂ થયુ હતું. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલુ આ યુદ્ધ ક્યા સુધી ચાલુ રહેશે, તે કહેવુ મુશ્કેલ છે. આ યુદ્ધમાં બંને દેશોને ઘણુ નુકસાન થયુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article5 રાજ્યમાં ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો રાજી થયા
Next articleદુબઈએ ભારતીયો માટે ખાસ વિઝા ઓફર જાહેર કરી