(જી.એન.એસ),તા.૦૩
રશિયા
પીએમ મોદી હજુ યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે ત્યારે બીજી તરફ રશિયા અને યુરોપ વચ્ચે યુદ્ધ હજુ ચાલુ છે. તેમાં મોટાભાગના પશ્ચિમી દેશો યુક્રેનના પડખે છે પણ આ બધા વચ્ચે રશિયાએ જર્મનીને મોટી ધમકી આપી દીધી છે. રશિયાએ કહ્યું કે તે યુક્રેનની મદદ ન કરે નહીં તો યુદ્ધમાં તટસ્થ રહેવાની સ્થિતિ ગુમાવી દેશે. જો કે આ યુદ્ધમાં જર્મનીએ પણ તટસ્થ રહેવાની વાત કરેલી છે. આટ આટલા દિવસ થવા છતાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ લેતું નથી જેના કારણે વૈશ્વિક સ્તરે હવે અસરો દેખાવવા માંડી છે. રશિયા ટીવીના એક રિપોર્ટ મુજબ જર્મનીના પ્રવક્તા Steffen Hebestreit એ કહ્યું કે જર્મનીએ છેલ્લા છ અઠવાડિયામાં યુક્રેનને હથિયારોની ડિલવરીમાં ઝડપ લાવી છે. પરંતુ તે એ વાત માનવા તૈયાર નથી કે જર્મનીમાં બનેલા અમેરિકી બેસ પર યુક્રેનના સૈનિકોને તાલિમ આપવાના કારણે તે રેડ લાઈન ક્રોસ કરી રહ્યું છે. રશિયા એ વાત સારી રીતે જાણે છે. અમે આશ્વસ્ત છીએ કે જર્મનીમાં યુક્રેની સૈનિકોને ટ્રેનિંગ આપવાનો અર્થ હજુ પણ સીધી રીતે યુદ્ધમાં સામેલ થવાનું નથી. અત્રે ખાસ જણાવવાનું કે આ યુદ્ધ વચ્ચે જર્મની સરકાર ગત અઠવાડિયે યુક્રેનને ઓટોમેટિક એન્ટી એરક્રાફ્ટ ગન આપવાની યોજનાની જાહેરાત કરી ચૂકી છે. રક્ષામંત્રી ક્રિસ્ટીન લેમ્બ્રેચે પણ અમેરિકાના રામસ્ટેન બેસ પર જાહેરાત કરી હતી કે જર્મની વેસ્ટર્ન આર્ટિલરી સિસ્ટમ સાથે યુક્રેની સૈનિકોને ટ્રેનિંગનું સમર્થન કરશે. યુક્રેનના સૈનિકો કથિત રીતે ઘણા સમયથી જર્મનીમાં સૈન્ય તાલિમ લઈ રહ્યા છે. એપ્રિલમાં પેન્ટાગને જાહેરાત કરી હતી કે તે બીજા દેશમાં યુક્રેની સૈનિકોની મદદ કરશે. આ ઉપરાંત ગત શુક્રવારે અમેરિકી સેનાએ પણ પુષ્ટિ કરી કે સૈનિકોને તેમના જર્મન ઠેકાણા પર ટ્રેનિંગ અપાઈ હતી. હવે આ બાજુ જર્મન સરકારે વિપક્ષી સાંસદોની આકરી ટીકાનો ભોગ બનવું પડી રહ્યું છે. તેઓ કહે છે કે જર્મની યુરોપને સંઘર્ષમાં ઘકેલી રહ્યું છે. વિપક્ષી સાંસદ જેકલીન નાસ્ટિકે કહ્યું કે સરકારે હાલના નિર્ણયોના કારણે જર્મનીને યુદ્ધમાં એક્ટિવ પાર્ટી બનાવી દીધી છે. નોંધનીય છે કે રશિયાએ ફ્રેબુઆરી અંતમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનમાં ચારેબાજુ તબાહી મચી ગઈ છે. પરંતુ આમ છતાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી ઝૂકવા માટે તૈયાર નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.