રશિયા હવાઈ હુમલાથી સતત યુક્રેનને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ વખતે રશિયા તરફથી ફાયર કરવામાં આવેલી મિસાઇલનું નિશાન એક નવજાત બની ગયું. યુક્રેનના દક્ષિણી જાપોરિજ્જિયા ક્ષેત્રમાં એક મેટરનિટી વોર્ડ પર રશિયાના હુમલા બાદ નવજાત શિશુનું મોત થયું છે.
આ હુમલામાં મેટરનિટી વોર્ડની બે માળની બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. રેસ્ક્યૂ ટીમે જણાવ્યું કે આ વોર્ડ જાપોરિજ્જિયા ક્ષેત્રના વિલ્નિયાસ્ક શહેરમાં હતો. દુર્ઘટના દરમિયાન બિલ્ડિંગમાં એક મહિલા નવજાત બાળકની સાથે હતો. બાળકના માતા અને એક ડોક્ટરને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા પર પોતાના દેશમાં આતંક અને હત્યાનો આરોપ લગાવ્યો છે. જાપોરિજ્જિયા ક્ષેત્રમાં મુખ્ય ન્યૂક્લિયર પ્લાન્ટ સ્થિત છે. તેથી રશિયા વારંવાર તેને નિશાને લઈ રહ્યું છે. યુક્રેનના ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે અહીં રાતભર હુમલા થતા રહ્યાં. પરંતુ આ ક્ષેત્ર યુક્રેનના કબજામાં છે, સપ્ટેમ્બરમાં સ્વયંભૂ જનમત સંગ્રહ બાદ જાપોરિજ્જિયા ક્ષેત્ર પર રશિયાનો દાવો છે.
આ પહેલા અહીં મિસાઇલ હુમલાની ઘટનાઓ સામે આવી છે. યુક્રેની અધિકારીઓએ કહ્યું કે કુપિયાંસ્કમાં એક ઇમારત પર ગોળીબારીમાં બે લોકોના મોત થયા હતા. આ ખાર્કિવ ક્ષેત્રનું એક શહેર છે, જે સપ્ટેમ્બરમાં યુક્રેની સેનાએ પરત લીધુ હતું. બંને હુમલા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા આતંક અને હત્યાની મદદથી જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ થઈ શકશે નહીં.
નવ મહિનાના યુદ્ધ દરમિયાન ઘણી સ્વાસ્થ્ય સુવિધાઓ રશિયાના હુમલાની ઝપેટમાં આવી ગઈ છે. માર્ચમાં મારિયુપોલમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. રશિયાએ તે સમયે કહ્યું હતું કે હુમલો પૂર્વનિયોજીત હતો. હવે ફરી આવો હુમલો થયો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.