Home દુનિયા - WORLD રશિયાનું ખતરનાક સુપરસોનિક બોમ્બર જેટ Tu-22M3 રાતના સમયે થયું ક્રેશ

રશિયાનું ખતરનાક સુપરસોનિક બોમ્બર જેટ Tu-22M3 રાતના સમયે થયું ક્રેશ

32
0

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વધુ એક મોટો આંચકો

(જી.એન.એસ) તા. 5

મોસ્કો,

રશિયા દ્વારા હુમલા માટે ઉપયોગમાં લેવાતું રશિયાનું ખતરનાક સુપરસોનિક બોમ્બર જેટ Tu-22M3 રાતના અંધારામાં આગનો ગોળો બની ગયું હતું. આ દુર્ઘટના માત્ર રશિયાની સૈન્ય તાકાત પર જ સવાલો નથી ઉઠાવી રહી, પરંતુ પુતિનના વ્યૂહાત્મક આયોજનને પણ ઊંડો ફટકો પડ્યો છે.

આશરે 253 કરોડ રૂપિયાની કિંમતનું આ ટુપોલેવ Tu-22M3 બોમ્બર જેટ ઇર્કુત્સ્ક ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટ પુતિનની ન્યુક્લિયર સ્ટ્રાઈક ફોર્સનો ભાગ હતો, જેને યુક્રેનના શહેરો પર તબાહી મચાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. દુર્ઘટનાનો વીડિયો રશિયન ટેલિગ્રામ ચેનલો પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાત્રિના આકાશમાં જોરદાર ધડાકા સાથે વિમાન જમીન પર પડ્યું.

ઇર્કુત્સ્કના ગવર્નર ઇગોર કોબઝેવે અકસ્માતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ ચાર પાઇલોટ ક્રેશ થતાં પહેલાં બહાર નીકળી ગયા હતા. જોકે, આમાંથી એક પાઈલટનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણના જીવ બચી ગયા હતા. ઘટનાસ્થળે ઉપલબ્ધ વિડીયોમાં અકસ્માત સ્થળ પરથી આગ અને ધુમાડાના મોટા ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. અકસ્માતને કારણે વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલી ઘટના નથી કે, જ્યારે રશિયાનું Tu-22M3 ક્રેશ થયું હોય. આ પહેલા યુક્રેને આ પ્લેન તોડી પાડવાનો દાવો કર્યો હતો. એકવાર આ બોમ્બરને યુક્રેન પર બોમ્બમારો કરીને પરત ફરતી વખતે દક્ષિણ રશિયાના સ્ટેવ્રોપોલ ​​ક્ષેત્રમાં S-200 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ રશિયાની સૈન્ય ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field