રશિયા ઈલેક્ટ્રોનિક્સનો દાવો કે આકાશમાં હાજર ડ્રોન દુશ્મન કે દોસ્ત છે તે જાણવું સરળ બનશે
(જી.એન.એસ),તા.૩૦
મોસ્કો
રશિયાની કંપની રશિયા ઈલેક્ટ્રોનિક્સે એક મોટો દાવો કર્યો છે, જે મુજબ તેઓએ એક ટ્રાન્સપોન્ડર બનાવ્યું છે જે યુદ્ધના મેદાનમાં ઓળખી શકશે કે આકાશમાં હાજર ડ્રોન દુશ્મનનું છે કે તેનું પોતાનું. રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને પક્ષો દ્વારા ડ્રોનનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોને આ યુદ્ધમાં પોતાનું મહત્વ સાબિત કર્યું છે અને આખી દુનિયાને જણાવી દીધું છે કે યુદ્ધમાં ડ્રોન કેટલા અસરકારક સાબિત થઈ શકે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ઘણી વખત આકાશમાં ઉડતા આ ડ્રોન વિશે મૂંઝવણ રહે છે કે તે આપણું પોતાનું ડ્રોન છે કે દુશ્મનનું ડ્રોન. આ જ કારણ છે કે ક્યારેક રડાર પોતાનું ડ્રોન તોડી નાખે છે, તો ક્યારેક દુશ્મન ડ્રોનને પોતાનું માની તેને છોડી દે છે. જેની તેણે ભયંકર કિંમત ચૂકવવી પડી છે..
અત્યંત હળવા અને નાના કદના ટ્રાન્સપોન્ડર આકાશમાં પાંચ કિલોમીટરની ઊંચાઈ સુધી અને સો કિલોમીટરના અંતરેથી કોઈપણ ડ્રોનને આપોઆપ ઓળખી શકશે કે ડ્રોન મિત્ર છે કે શત્રુ. ટ્રાન્સપોન્ડરને રડાર સાથે જોડવામાં આવશે અને ડ્રોનની ઓળખ કર્યા બાદ તે ખાસ સિગ્નલ મોકલશે. દુશ્મનના ડ્રોન આવવાના સંકેત મળતાની સાથે જ રડાર એક્ટિવેટ થઈ જશે અને પછી એ ડ્રોનને એર ડિફેન્સ કે ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમની મદદથી નીચે પાડી શકાય છે. આ ટ્રાન્સપોન્ડરનું વજન માત્ર 150 ગ્રામ છે. ટ્રાન્સપોન્ડર રશિયન પાસવર્ડ દ્વારા ડ્રોનનો સંપર્ક કરશે અને જો પાસવર્ડ વેરિફાઈ ન થયો હોય તો તે ડ્રોન સામે પગલાં લેવા માટે રડારને સંદેશ મોકલશે..
રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા પાયે ડ્રોન હુમલા થયા છે. ડ્રોનની ડિઝાઇન અને તેની ફાયરપાવરમાં પણ સતત પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. રશિયન ડ્રોન લેન્સેટ હોય કે ઈરાની ડ્રોન શાહિદ હોય કે પછી યુક્રેન દ્વારા ઉપયોગમાં લેવાતું અમેરિકન MQ9 ડ્રોન હોય, આ બધા જ આંખના પલકારામાં દુશ્મનના લશ્કરી ઠેકાણાઓને નષ્ટ કરી રહ્યા છે. ડ્રોન હુમલાને અસરકારક બનાવવા માટે તેમાં ઘણા જરૂરી ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે. ક્યારેક યુદ્ધમાં હાજર સૈનિકો માટે આ ડ્રોનને ઓળખવું મુશ્કેલ બની જાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.