Home દુનિયા - WORLD રશિયાની અંદર 30 કિમી સુધી યુક્રેનની સેના ઘૂસી, રશિયાએ 80 હજાર જેટ્લા...

રશિયાની અંદર 30 કિમી સુધી યુક્રેનની સેના ઘૂસી, રશિયાએ 80 હજાર જેટ્લા લોકોને વિસ્તાર ખાલી કરવા આપ્યો આદેશ

36
0

(જી.એન.એસ),તા.૧૬

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને રશિયન સેનાને મોટો ફટકો આપ્યો છે. સમાચાર છે કે યુક્રેનની સેના રશિયાની સરહદમાં ઘૂસીને કાર્યવાહી કરી રહી છે. યુક્રેનની સેના રશિયાના વિસ્તારમાં 30 કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. રશિયા માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રશિયાએ 80 હજાર લોકોને આ વિસ્તાર ખાલી કરવા આદેશ આપ્યો છે. પુતિન માટે આ કેટલી મોટી શરમજનક વાત છે, તે આ ઘટના પરથી સમજી શકાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત કોઈ અન્ય દેશની સેના રશિયાની ધરતીમાં ઘૂસી ગઈ છે. યુક્રેનિયન સૈન્ય લગભગ 30 કિલોમીટર સુધી રશિયન સરહદમાં પ્રવેશ્યું, અને મોટા વિસ્તાર પર કબજો કર્યો. આ વિસ્તારનું નામ કુર્સ્ક છે, યુક્રેન એક હજારથી વધુ ટેન્ક અને તોપો સાથે રશિયામાં પ્રવેશ્યું અને ભારે ગોળીબાર અને ડ્રોન હુમલા કર્યા છે. ત્યારે રશિયા પણ વળતો પ્રહાર કરશે અને એટલા માટે જ 80 હજાર લોકોને આ વિસ્તાર ખાલી કરવા આદેશ આપ્યો છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રશિયા વેક્યૂમ બોમ્બથી યુક્રેન સેના પર હુમલો કરી શકે છે.  થર્મોબેરિક તરીકે ઓળખાતો આ વેક્યૂમ બોમ્બ એક વિનાશક બોમ્બ છે, જ્યાં પડે છે ત્યાં ઘાતક રસાયણો છોડે છે. જે પ્રાણવાયુ અને ભેજ શોષી લે છે. જેના કારણે લોકોના શ્વાસ રૂંધાવાથી અથવા ફેફસાના ઈન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે. આ ખતરનાક બોમ્બ મોટી સંખ્યામાં લોકોનો જીવ લઈ શકે છે. રશિયા અગાઉ પણ આ બોમ્બનો ઉપયોગ કરી ચૂક્યું છે. એવો આરોપ છે કે રશિયાએ 2022માં યુક્રેનના ઓઈલ ડિપો પર આ જ બોમ્બ ફેંક્યો હતો. આ વેક્યૂમ બોમ્બનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે પણ કર્યો હતો. યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ યુક્રેન ઝેપોર્જિયામાં આવેલો છે. આ પ્લાન્ટ હાલ રશિયાના કબજામાં છે. આ પાવર પ્લાન્ટના કુલિંગ સેન્ટરમાં રશિયાએ આગ લગાવી છે અને ચેતવણી આપી છે કે જો તમે રશિયામાં એકપણ કદમ આગળ વધાર્યું છે, તો આ પ્લાન્ટને ઉડાવી દેવામાં આવશે. જો આ પ્લાન્ટ ફાટી જશે તો યુરોપના ઘણા દેશો બરબાદ થઈ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય ચૂંટણી પંચે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને હરિયાણા વિધાનસભાની એક તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી
Next articleકેન્દ્ર સરકારે પાવર એક્સપોર્ટ રેગ્યુલેશન્સમાં સુધારો કરીને અદાણી ગ્રુપને મોટી રાહત આપી