Home દુનિયા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન મહિલા હોત તો યુદ્ધ ન થાત : બ્રિટિશ પીએમ...

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન મહિલા હોત તો યુદ્ધ ન થાત : બ્રિટિશ પીએમ જોનસન

35
0

(જી.એન.એસ),તા.૩૦
લંડન
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ૧૦૦ દિવસ બાદ પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે જેનું સૌથી વધુ નુકસાન યુક્રેનને થયું છે. તો રશિયા દિવસેને દિવસે યુક્રેન પર આક્રમણ વધારી રહ્યું છે. આ વચ્ચે બુધવારે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જાેનસને કટાક્ષ કરતા કહ્યુ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જાે મહિલા હોત તો યુદ્ધ શરૂ થાત નહીં. જાેનસને જર્મન બ્રોડકાસ્ટર જેડડીએફને કહ્યું- જાે પુતિન એક મહિલા હોત, તો મને નથી લાગતું કે તેમણે આવું મર્દાના યુદ્ધ શરૂ કર્યું હોત. પોતાના ઈન્ટરવ્યૂ દરમિયાન બ્રિટિશ પીએમે તે વાત પર પણ ભાર આપ્યો કે દરેક કોઈ ઈચ્છે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય પરંતુ કોઈ સંભાવના નથી. પુતિન શાંતિ સમજુતી માટે કોઈ પ્રસ્તાવ આપતા નથી અને ઝેલેન્સ્કી કોઈ પ્રસ્તાવ ન આપી શકે. આ પહેલા રવિવારે ગ્રુપ ઓફ સેવન (S7) ના નેતાઓએ પુતિનની શર્ટલેસ તસવીરને લઈને મજાક ઉડાવી હતી. બોરિસ જાેનસ અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને એક વીડિયોમાં પુતિનના ફોટો શૂટ વિશે મજાક ઉડાવતા સાંભળી શકાય છે. મજાકની શરૂઆત કરતા જાેનસને કહ્યુ- જેકેટ પહેરો? જેકેટ ઉતારો? તેના પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યુ- ફોટો પાડવાની રાહ જુઓ. તેના પર બોરિસ જાેનસને એકવાર ફરી કહ્યું- આપણે તે દેખાડવું પડશે કે આપણે પુતિનથી વધુ મજબૂત છીએ. નાટોએ રશિયાને પોતાના સભ્યોની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો અને સીધો ખતરો ગણાવ્યો છે. ત્રીસ દેશોના ગઠબંધને બુધવારે મેડ્રિડમાં પોતાના શિખર સંમેલનમાં આ વાત કહી છે. નાટોની આ જાહેરાત તે વાતનો ઉલ્લેખ કરે છે કે યુક્રેન પર રશિયાના આક્રમણે શીતયુદ્ધ બાદ યુરોપની સુરક્ષા વ્યવસ્થાને નાટકિય રૂપથી કઈ રીતે પ્રભાવિત કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ પહેલા બુધવારે પોતાના દેશની સંપૂર્ણ મદદ ન કરવાને લઈને નાટો સામે નારાજગી વ્યક્ત કરી તથા રશિયા સામે લડવા માટે વધુ હથિયાર માંગ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએમએસએસઈ સેક્ટરને સશક્ત કરવાનો અર્થ સમાજને સશક્ત બનાવવો : વડાપ્રધાન
Next articleસંયુક્ત રાષ્ટ્રે ઉદયપુર હત્યા કેસમાં પોતાનું નિવેદન આપ્યું