Home દુનિયા - WORLD રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શરતી યુદ્ધવિરામની તૈયારી બતાવી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શરતી યુદ્ધવિરામની તૈયારી બતાવી

48
0

(જી.એન.એસ) તા. 14

કિવ,

ફરી એક વાર સમાચાર આવ્યા છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના યુદ્ધ વિરામને લઈને વાટાઘાટો માટે તૈયાર થયા છે સાથેજ પુતિને શરત પણ મૂકી છે કે કિવ કબજા હેઠળના યુક્રેનિયન પ્રદેશોમાંથી સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કરે અને નાટોમાં જોડાવવાના નિર્ણયને રદ કરે. પુતિનની યુદ્ધ વિરામની આ શરત ઘણી અશકય લાગે છે. પુતિને કહ્યું કે જો તેની આ માંગ પૂરી થાય તો રશિયા તેના તમામ પ્રદેશોમાંથી તેના સૈનિકોને પાછા ખેંચશે. પુતિને મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રાલયમાં એક ભાષણમાં આ કહ્યું.

વ્લાદિમીર પુતિને મોસ્કોના ભાષણ દરમ્યાન કહ્યું હતું કે, તેઓ યુક્રેન સાથેના યુદ્ધને લઈને વાટાઘાટો કરવા તૈયાર છે. કિવ સૈનિકો પાછા બોલાવે તેવી શરત સાથે એ પણ માંગ કરી કે રશિયા પરના તમામ પશ્ચિમી પ્રતિબંધો હટાવવામાં આવે. અમે ઇતિહાસમાં બનેલ રશિયા અને યુક્રેન વચ્ચેની આ દુઃખદ ઘટનાને નિવારવા યુરોપમાં એકતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ માટે તૈયાર હોવાનું જણાવ્યું. જો કે પુતિનની આ માંગ બહુ અશકય લાગે છે તે જોતા દુનિયાએ હજુ પણ યુક્રેન અને રશિયાના યુદ્ધવિરામને લઈને રાહ જોવી પડશે.

જો કે, પુતિન શરતી યુદ્ધવિરામની તૈયારી બતાવી રહ્યા છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી અન્ય દેશોની મદદ માટે ઇટાલીમાં જી7 સમિટમાં પંહોચ્યા છે. હાલમાં  વિશ્વના સૌથી સમૃદ્ધ સાત દેશના નેતાઓ ઈટાલીમાં ભેગા થઈને ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ માટે આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે. જી7 સમિટમાં વિકાસશીલ દેશો સાથે આર્થિક સહયોગના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આ સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી પણ મહેમાન બન્યા છે. સમિટ દરમ્યાન ઝેલેન્સકીએ કહ્યું કે હું વિશ્વના સાત સૌથી ધનિક રાષ્ટ્રોના સમૂહ જી7ના સમિટમાં નેતાઓ પાસેથી મહત્ત્વના નિર્ણયોની અપેક્ષા રાખી રહ્યો છું, જેથી રશિયન સૈન્યના આક્રમણ સામે લડી રહેલા મારા દેશને મદદ મળી શકે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છના જખૌ દરિયાઇ વિસ્તારમાંથી ચરસના પાંચ કરોડની કિંમતના 10 પેકેટ મળી આવ્યા
Next articleશ્રમ સચિવે ઈપીએફઓ સુધારા પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી