(જી.એન.એસ),તા.૦૫
રશિયા
રુસ-જાપાન યુદ્ધ દરમિયાન, રશિયન સૈનિકોએ જૂન 1905 માં બળવો કર્યો, જે ઇતિહાસની ઘટનાઓમાંની એક છે. સુશિમાના યુદ્ધમાં રશિયન નૌકાદળનો મોટા ભાગનો કાફલો નાશ પામ્યો હતો, અને તેમાં થોડા બિનઅનુભવી લડવૈયાઓ બચ્યા હતા. પછી 700 ખલાસીઓએ તેમના અધિકારીઓ સામે બળવો કર્યો હતો. ચેચન્યા (1994-96) સાથે રશિયાના પ્રથમ સંઘર્ષમાં પણ મોટી સંખ્યામાં સૈનિકો યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા હતા. યુક્રેન સામે જંગે ચડેલા રશિયાના સૈનિકો છેલ્લા 40 દિવસથી સતત લડવા છતા કોઈ પરિણામ ના આવતા હવે બળવાના માર્ગે જઈ રહ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. રશિયન સેનાને ‘નબળા’ યુક્રેન સામે જડબાતોડ જવાબ મળી રહ્યો છે. મોસ્કોની સેનાને આ સમયે અપેક્ષા કરતાં વધુ નુકસાન થયું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ઘણા મોરચે નિષ્ફળતાથી પરેશાન રશિયન સેનાના ઘણા સૈનિકોએ યુદ્ધ લડવાની ના પાડી દીધી છે. ખાકાસિયા ક્ષેત્રમાં રશિયાના રોસગવર્ડિયા નેશનલ ગાર્ડના ઓછામાં ઓછા 11 સભ્યોએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુક્રેન યુદ્ધમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. દક્ષિણ સાઇબિરીયામાં ખાકાસિયાના રશિયન પ્રદેશમાં સ્થિત રશિયન ભાષાના ન્યૂઝ આઉટલેટ ન્યુ ફોકસના અહેવાલ મુજબ, 11 સભ્યો નેતૃત્વના નિર્ણયોને પડકારવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા સૈનિકો યુદ્ધમાં ભાગ લેવા માંગતા નથી. તો એવું પણ કહેવાઈ રહ્યું રહ્યું છે કે તેઓને બાદમાં બોર્ડર કેમ્પમાંથી હટાવીને ખાકસિયા પરત મોકલી દેવામાં આવ્યા છે. અહીં નેતૃત્વએ તેમને પદ માટે ‘અનફિટ’ જાહેર કર્યા હતા. અગાઉ એવું નોંધવામાં આવ્યું હતું કે રશિયન સેના, ઘણી સૈન્ય નિષ્ફળતાઓનો સામનો કરી રહી છે, તેણે તેના પોતાના સાધનોનો નાશ કર્યો છે અને યુદ્ધ લડવાનો અને આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે રશિયન સેનાએ તેના જ કમાન્ડર પર હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોનું મનોબળ ઘટી ગયું છે. આ પહેલીવાર નથી જ્યારે રશિયન અથવા સોવિયેત સૈનિકોએ સંઘર્ષમાં આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હોય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.