Home દુનિયા - WORLD રમતોના વિસ્તારમાં એક સાઇટ પર કામગીરી અટકાવતા કામદારોએ હડતાળ શરુ કરી

રમતોના વિસ્તારમાં એક સાઇટ પર કામગીરી અટકાવતા કામદારોએ હડતાળ શરુ કરી

30
0

(GNS),18

ઉત્તરીય પેરિસમાં મંગળવારે કેટલાક કામદારોએ ઓલિમ્પિક ગેમ્સના (Olympic Games) વિસ્તારમાં એક સાઇટ પર કામગીરી અટકાવી દીધી હતી. પોતાના કોન્ટ્રાક્ટ અને ફ્રેંચ રેસિડેન્સી પરમિટની માગ માટે દબાણ ઊભુ કરવા કામદારોએ હડતાળ (Protest) શરુ કરી દીધી હતી.કાયદેસર રહેઠાણ અને વર્ક પરમિટ મેળવવા માટે આ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ હતુ. મંગળવારે લગભગ 120 જેટલા કામદાર સાઇટ પર એકઠા થયા હતા અને સાઇટ પર ચાલતુ કામ અટકાવી દીધુ હતુ. તેમણે તેમની માગો પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળ ન છોડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સાઇટ પર પેરિસ ઓલિમ્પિક 2024માં બેડમિન્ટન અને જિમનાસ્ટિક પ્રતિયોગિતા યોજાવાની છે. હડતાળ પર ઉતરેલા લગભગ 20 કામદારોએ કહ્યું હતુ કે તેમને પોર્ટે ડે લા ચૈપલ એરેના સાઇટ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તો અન્ય કેટલાક કામદારોએ જણાવ્યુ હતુ કે તેમણે સમગ્ર શહેરમાં નિર્માણ સ્થળો પર સમાન પરિસ્થિતિયોમાં કામ કરેલુ છે. તમને જણાવી દઇએ કે કામદારો તેમના એમ્પ્લોયરને કાયદેસર રહેઠાણ અને વર્ક પરમિટ મેળવવા માટે તેમને દસ્તાવેજો પ્રદાન કરવાની માગ કરી રહ્યા છે..

બીજી તરફ પેરિસ 2024ના આયોજકોએ વચન આપ્યું હતું કે ગેમ્સ સામાજિક રીતે જવાબદાર હશે. 2019માં તેમણે ટ્રેડ યુનિયનો અને એમ્પ્લોયર સંસ્થાઓ સાથે સામાજિક ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા હતા.જો કે નેશનલ કોન્ફેડરેશન ઓફ વર્કર્સ – વર્કર સોલિડેરિટી (CNT-SO) સાથેના ટ્રેડ યુનિયનિસ્ટ આર્નોડ ડી રિવેરી ડે લા મ્યુરે ઓલિમ્પિક સ્થળોની શરતોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કાર્યવાહીમાં ભાગ લેતા તમામ કામદારોને બોયગ્યુસ કન્સ્ટ્રક્શન દ્વારા અનૌપચારિક રીતે પેટા કોન્ટ્રાક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ ઇમેઇલ અથવા ફોન દ્વારા તરત જ પહોંચી શકતા નથી. તો બીજી તરફ રોઇટર્સ દ્વારા સંપર્ક કરવામાં આવતા પેરિસ 2024ના આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ ઓલિમ્પિક સાઇટ્સ પરના તમામ લોકોની સુરક્ષાની ખાતરી કરવા માટે શ્રમ નિરીક્ષક સાથે સહયોગ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાઝાની હોસ્પિટલ પર હુમલાને લઈને આમને-સામને દાવા કરવામાં આવ્યા
Next articleRBIએ ICICI અને કોટક મહિન્દ્રા બેંકને દંડ ફટકાર્યો