Home મનોરંજન - Entertainment રણબીર કપૂર સ્ટારર ‘રામાયણ’માં સની દેઓલને હનુમાનજીનો રોલ ઓફર થયો

રણબીર કપૂર સ્ટારર ‘રામાયણ’માં સની દેઓલને હનુમાનજીનો રોલ ઓફર થયો

40
0

(GNS),11

ભારતીય સંસ્કૃતિના મહાકાવ્ય રામાયણના આધારે વધુ એક ફિલ્મ બનવાની છે. પ્રભાસની બિગ બજેટ ફિલ્મ આદિપુરુષના ધબડકાને જોયા પછી પણ નીતેશ તિવારીએ રામાયણની તૈયારી શરૂ કરી છે. આ ફિલ્મમાં ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતા તરીકે સાઈ પલ્લવી ફાઈનલ થયા હતા. કેજીએફ સ્ટાર યશને રાવણના રોલ માટે મનાવી લેવાયો છે અને ફિલ્મમાં હનુમાનજીનો રોલ સની દેઓલને ઓફર થયો છે. નિતેશ તિવારી અને ઉદયાવગરના ડાયરેક્શનમાં રામાયણ બનવાની છે, જેનું શૂટિંગ જુલાઈ 2024થી શરૂ કરવાનું આયોજન છે. નીતેશ તિવારી અને તેમની ટીમે ફિલ્મમાં એક્ટર્સની શોધ શરૂ કરી છે અને હનુમાનજીના રોલ માટે તેમને સની દેઓલ પરફેક્ટ લાગ્યા છે. હનુમાનજીને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સની દેઓલ કરતાં વધારે શક્તિશાળી કોઈ નથી અને બજરંગીબલીના રોલમાં તેઓ ફિટ બેસી રહ્યા છે. સની દેઓલે પણ ફિલ્મનો ભાગ બનવા માટે તત્પરતા દર્શાવી છે. જો કે હાલના તબક્કે આખરી નિર્ણય લેવાયો નથી..

સોર્સીસના જણાવ્યા મુજબ, નીતેશ તિવારી રામાયણને ત્રણ ભાગમાં બનાવવા માગે છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ અલ્લુ અરવિંદ, મધુ મંટેના અને નમિત મલહોત્રા ભગવાન હનુમાન પર એક અલગ ફિલ્મ બનાવવા માગે છે અને તેમાં સની દેઓલને લીડ રોલમાં લેવા માગે છે. હનુમાનજીના જીવનમાં રામાયણ સિવાયની પણ અનેક ઘટનાઓ છે અને તેને ફિલ્મમાં રજૂ કરવાનો પ્લાન છે. રોહિત શેટ્ટીના પોલીસ યુનિવર્સ અને યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની જેમ રામાયણ યુનિવર્સ ઊભું કરવાની પ્રોડ્યુસર્સની ઈચ્છા છે. સની દેઓલ માટે આ પ્રોજેક્ટ લાંબા ગાળાનો છે અને તેમણે અગાઉ ક્યારેય આ પ્રકારનો રોલ કર્યો નથી. રામાયણ આધારિત ત્રણ ફિલ્મોનું સૂટિંગ બે વર્ષમાં પૂરું કરવાનું આયોજન છે. રામાયણમાં હનુમાનજીના રોલની વાત આવે ત્યારે દર વખતે દારાસિંહને યાદ કરાય છે. દારાસિંહની જેમ પરફેક્ટ રોલ કરી શકે તેવો વિકલ્પ સની દેઓલમાં દેખાયો છે અને તેથી મેકર્સની પહેલી પસંદગી સની જ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘બૈજુ બાવરા’માં સાઈડ રોલ કરશે નયનતારા
Next articleકાશ્મીરમાં પહેલો ફેશન શો, અભિનેત્રી હુમા કુરેશી શો સ્ટોપર રહી