(જી.એન.એસ),તા.૦૫
રણબીર કપૂરની ‘એનિમલ’ તેના કરિયરની સૌથી શાનદાર ફિલ્મ સાબિત થઈ રહી છે. આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે રણબીર કપૂરની આ ફિલ્મ. જે થોડા દિવસો પહેલા 1લી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ‘એનિમલ’ સિનેમાઘરોમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે અને રણબીર કપૂર પોતાની સ્ટાઈલથી બધાને ચોંકાવી દીધા છે. ફિલ્મમાં રણબીરની સ્ટાઈલ એક્શન ફીટનેશ હેડલાઈનમાં છે. રણબીરની એક્ટિંગની સાથે સાથે તે પોતાના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન માટે પણ ચર્ચામાં છે. ત્યારે એનિમલ માટે રણબીરની ટ્રાન્ફોર્મેશન જર્નીને તેના જ ફિટનેશ કોચે શેર કરી છે.. ખરેખર, રણબીરના ફિટનેસ કોચ શિવોહમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેતાંના વીડિયો શેર કર્યા છે જેમાં શરુઆતમાં રણબીરની બોડી અને જીમ બાદ તેની બોડીમાં કેટલો ફર્ક અને અંતર જોવા મળી રહ્યું છે તે અહીં જોઈ શકશો. શિવોહમે રણબીરના વર્કઆઉટના ઘણા વીડિયો શેર કર્યા છે અને જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન અભિનેતા કેવા પ્રકારનું શેડ્યૂલ ફોલો કરતો હતો.
અભિનેતાના ફિટનેસ કોચ શિવોહમે રણબીરના ઘણા વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં પહેલાના રણબીર અને હાલના રણબીર વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે. ટ્રાન્સફોર્મેશન બાદ રણબીરે પોતાનું વજન 11 કિલો વધાર્યું અને હવે તે 82 કિલો થઈ ગયો છે.. શિવોહમે લખ્યું અને કહ્યું કે આ ટ્રાન્સફોર્મેશન વર્ષ 2021થી જ શરૂ થઈ ગયું હતું અને તે સમયે તે લવ રંજનની ‘તુ ઝૂથી મેં મક્કર’નું શૂટિંગ કરી રહ્યો હતો અને પછી વર્ષ 2022માં સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’ ફિલ્મની તૈયારી કરી રહ્યો હતો. એક વીડિયો શેર કરતા તેમણે લખ્યું, ‘પડદા પાછળ થતી મહેનત વિશે બહુ ઓછા લોકો જાણે છે અને રણબીરની આ મહેનત 100 કલાકની તૈયારી, શિસ્ત અને સતત સખત મહેનત આ સાથે ક્યારેય હાર ન માનવાની મજબૂત માનસિકતા માણસને આખરે જીત તરફ ખેચી જાય છે અને પડદા પાછળની ક્ષણો અંતિમ પરિણામ નક્કી કરી દે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.