(GNS),05
રખિખાય સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના અંતર્ગત કિઓસ્કનો આરંભ વિભાગીય નાયબ નિયામક ર્ડા. સતીષ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું.
રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન વિભાગીય નિયામક ર્ડા. સતીષભાઇ મકવાણા દ્વારા વિવિઘ વિગતો અધિક્ષક ડૉ. ચેતન વ્યાસ પાસેથી મેળવી હતી. જે અનુસાર. રખિયાલ સી.એચ.સી ખાતે પી.એમ.જે.એ.વાય-મા યોજનાના કુલ ૮૦ ક્લેઈમ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે દર મહિને આશરે ૫૦ થી વધુ અંદાજિત ૧.૨ લાખથી વધુના પી.એમ.જે.એ.વાય-મા યોજના અંતર્ગત ક્લેઈમ થાય છે જેમા ડોગ બાઈટ, ટાઈફોઈડ, મેલેરીયા, ડેન્ગ્યુ, કમળો, પેશાબના નળીના ચેપ, ઝાડા ઉલટીના રોગો, નોર્મલ ડીલીવરી તથા પાંડું રોગની સારવાર આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.
રખિયાલ દવાખાનામા બીનચેપી રોગોના ગત વર્ષ દરમ્યાન કુલ ૮૫૧૮ દર્દીઓની તપાસ અને સારવાર કરવામા આવી હતી.જેમા બ્લડપ્રેશરના ૬% અને ડાયાબીટીસના ૪% ની આસપાસ નવા દર્દીઓને શોધી સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે.વધુમાં ઉપરોક્ત બિનચેપી રોગોના નિદાન દરમ્યાન ડેંટલ સર્જન ધ્વારા ૮ કેન્સરના રોગોના દર્દીનું નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ દર્દીઓને પી.એમ.જે.વાય અંતર્ગત ઝડપથી અને સચોટ સારવાર મળે તે અંગે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેની સાથે ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા દર્દીઓને લકવા,ઘુંટણની ઢાંકણીના ઓપરેશન તેમજ ફ્રેકચર પછીની કસરત કરાવી અને ખુબજ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.
રખિયાલ સા.આ,કેન્દ્ર રખિયાલ ખાતે ૨૦ થી વધારે ડીલીવરી થાય છે .તેમજ ડીલીવરી પછી ૫૦ થી ૬૦% બહેનો ને P.P IUCD મુકવામાં આવે છે . ત્યારબાદ ડીલીવરી પછી બહેનોને હેલ્ધી ડાયેટ માટે પોષણ કીટ તથા સગર્ભા માતાઓને પણ પોષણ કીટ ( જેમા ૧ કિલો મગ, ૧ કિલો ગોળ અને ૧ કિલો ખજુર ) આપવામાં આવે છે.
વિભાગીય નાયબ નિયામક દ્વારા સા.આ.કેન્દ્ર ખાતેના કાર્યરત તમામ વિભાગોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેમજ તમામ પ્રોગ્રામ સમીક્ષા કરવામાં આવી વધુમાં સ્માર્ટ રેફરલ સર્વીસ અને હોસ્પિટલ પેશન્ટ હેલ્થ ઈપ્રુવ્મેન્ટ મીશન હેઠળ હેલ્થ હેલ્પડેસ્કની મુલાકાત લેવામાં આવી હતી. અધિક્ષક ડૉ. ચેતન વ્યાસ તથા તેમની સમગ્ર ટીમની ઉમદા કામગીરીને બિરદાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.