Home અન્ય રાજ્ય યૌન ઉત્પીડનના કેસમાં ભાજપ નેતા જી. દેવરાજે ગૌડાને કર્ણાટક પોલીસે કસ્ટડીમાં લીધા

યૌન ઉત્પીડનના કેસમાં ભાજપ નેતા જી. દેવરાજે ગૌડાને કર્ણાટક પોલીસે કસ્ટડીમાં લીધા

26
0

(જી.એન.એસ) તા. 11

બેંગલુરુ,

કર્ણાટકના ભારતીય જનતા પાર્ટી માટે મોત આંચકો. કર્ણાટક પોલીસે નેતા જી. દેવરાજે ગૌડાને યૌન ઉત્પીડનના કેસમાં કસ્ટડીમાં લીધા છે. જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કરતા પહેલા ગૌડાએ બીજેપી નેતૃત્વને પત્ર લખીને પ્રજ્વલ રેવન્ના દ્વારા ઘણી મહિલાઓના કથિત જાતીય શોષણ અંગે ચેતવણી આપી હતી. પોલીસે જણાવ્યું કે ભાજપ નેતા અને વ્યવસાયે વકીલ દેવરાજ ગૌડાને શુક્રવારે બેંગલુરુથી ચિત્રદુર્ગ તરફ જતા સમયે હિરીયુર પોલીસે ધરપકડ કરવામાં આવી હતી.

જેડીએસ સાંસદ અને હાસન સીટ પરથી એનડીએના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડીએ સુપ્રીમો એચડી દેવગૌડાનો પૌત્ર છે અને 26 એપ્રિલની લોકસભા ચૂંટણીમાં હાસનમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ઉમેદવાર તરીકે ઊભો હતો. તેમની પાર્ટીએ 2023માં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, દેવરાજે ગૌડાને હિરીયુર પોલીસે ચિત્રદુર્ગ જિલ્લાના ગુલિહાલ ટોલ નાકા પર પેન ડ્રાઈવ દ્વારા વીડિયો લીક કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, હસન પોલીસ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ગૌડાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, વ્યવસાયે વકીલ ગૌડા સામે 1 એપ્રિલે એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ પ્રજ્વલ રેવન્ના કેસનો પર્દાફાશ કરવામાં તેમની ભૂમિકા બાદ તાજેતરમાં જ આ વાત પ્રકાશમાં આવી છે.

પોલીસે વધુમાં કહ્યું હતું કે કર્ણાટક રાજ્યના હાસન જિલ્લાની એક 36 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે ભાજપ નેતા દેવરાજે ગૌડા વિરુદ્ધ એફ આઈ આર નોંધવામાં આવી છે. મહિલાનો આરોપ છે કે દેવરાજે ગૌડાએ તેની મિલકત વેચવામાં મદદ કરવાના બહાને તેની છેડતી કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ સુરક્ષા વ્યવસ્થા તોડી ધોનીને પગે લાગનાર યુવકની પોલીસે ધરપકડ કરી
Next articleઆંગડિયા પેઢીમાં પાડેલા દરોડામાં ચોકાવનારી વિગતો સામે આવતા ઇન્કમટેક્ષ અને ઈડી પણ તપાસમાં જોડાઈ