(જી.એન.એસ) તા. 14
ગાંધીનગર,
દસમા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન – ભારત (નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન – ભારત) ગ્રામ ભારતી અલુઆ ખાતે “યોગ ફોર વુમન એમ્પાવરમેન્ટ” વિષય અંગે માર્ગદર્શન આપવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ભાવના પટેલ ના સહયોગ થી સેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેશન માં સ્થાનિક ઉપરાંત દહેરાદૂન, ગૌહાટી, ભુવનેશ્વર અને જમ્મુ કાશ્મીર થી અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલ હતા. આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૪ ની ઉજવણી ના ગાંધીનગર જિલ્લાના નોડલ વૈદ્ય ભાવના પટેલ અને વૈદ્ય કામિની વ્યાસે સ્ત્રીઓમાં યોગ થી થતાં શારીરિક લાભ અને યોગ થી શરીર અને જીવનમાં થતાં ફાયદા અંગે જણાવ્યું હતું.
જેમાં નોકરીના સ્થળ, પરિવાર અને પોતાના આરોગ્ય માટે સ્ટ્રેસને દૂર કરી સ્વાસ્થ્ય લાભ કરતાં યોગ, આસનો અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત માસિક ધર્મ સંબંધી તકલીફો અને મેનોપોઝ સમયમાં ઉપયોગી યોગાસન અને પ્રાણાયામ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. શરીર જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પાદ ને પામવાનું સાધન છે એમાં પણ સ્ત્રી એ પરિવાર નો આધાર સ્તંભ છે, તેથી તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ની જાળવણી માટે યોગ ખૂબ જ ઉપયોગી છે તથા કોઈ એક દિવસ કે અમુક દિવસો નહીં પરંતુ દૈનિક જીવનમાં યોગાભ્યાસને વણી લઈ સ્વાસ્થ્ય મેળવવા વૈદ્ય ભાવના પટેલે અનુરોધ કરતાં હાજર તમામ લોકોએ આ અંગે સંકલ્પ લીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.