(જી.એન.એસ), તા.૩ ગોરખપુર
યુપીના સીએમ બન્યા પછી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે યોગીના સંગઠન હિંદુ યુવા વાહિનીના સભ્ય બનવા માટે લોકોમાં ક્રેઝ ઘણો વધી રહ્યો છે. સંગઠનના ગોરખપુરમાં આવેલા હેડકવાર્ટરના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ‘દરરોજ લગભગ ૫ હજારથી વધુ લોકો સભ્ય બનવા માટે અરજી કરી રહ્યા છે. આ પહેલા એક મહિનામાં ફકત ૫૦ થી ૧૦૦૦ અરજીઓ જ મળતી હતી.’ઙ્ગ
હિંદુ યુવા વાહિનીના સ્ટેટ ઇન્ચાર્જ પીકે માલે ગયા શુક્રવારે નવી ગાઇડલાઇન્સ બહાર પાડી. તેના પ્રમાણે, પહેલા ઉમેદવારના બેકગ્રાઉન્ડને ચેક અને વેરિફાય કરવામાં આવશે કે શું કોઇ રાજકીય પક્ષ તરફ તેનો ઝુકાવ તો નથી. તેના પછી ઉમેદવારને એક વર્ષની તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.આ સકર્યુલર તમામ ડિસ્ટ્રિકટ અને ડિવિઝન યુનિટ્સને મોકલી દેવામાં આવ્યો છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે કોઇપણ વ્યકિતને સંગઠનનો સભ્ય બનાવતા પહેલા પૂરી સાવધાની રાખવામાં આવે. હિંદુ યુવા વાહિનીમાં એક પણ મહિલા સભ્ય નથી.ઙ્ગ
નવા સકર્યુલરમાં લખ્યું છે કે, ઘણા લોકો સંગઠનમાં એટલા માટે જોડાવા માંગે છે, જેથી તેઓ તેને બદનામ કરી શકે. એટલે હવે ઉમેદવારના બેકગ્રાઉન્ડની સાથે તેની તમામ ગતિવિધિઓની તપાસ કરવામાં આવે.સંગઠન સાથે જોડાયા પછી નવા સભ્યને ઓછામાં ઓછા છ મહિના સુધી એક સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરવું પડશે. તેના પછી જ તેને કોઇ પોસ્ટ સોંપવામાં આવશે.
અત્યારસુધી ઉમેદવારને સભ્યપદ માટે ૧૧ રૂપિયા ફી પેટે આપવાના રહેતા હતા, જેની રસીદ તરત જ આપવામાં આવતી હતી. પરંતુ, હવે આ પ્રોસેસને બંધ કરી દીધી છે. હવે સભ્યપદ માટે કોઇ પૈસા નહી આપવા પડે અને ફકત ઓનલાઇન અરજી જ મંજૂર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે હિંદુત્વવાદી સંગઠન હિંદુ યુવા વાહિનીને યોગી આદિત્યનાથે ૨૦૦૨માં બનાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.