Home રમત-ગમત Sports યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સસ્પેન્શન હટાવી લીધું

યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સસ્પેન્શન હટાવી લીધું

43
0

(જી.એન.એસ),તા.૧૪

નવીદિલ્હી,

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ ભારતીય રેસલિંગ ફેડરેશન (WFI) પર લાદવામાં આવેલ સસ્પેન્શન તાત્કાલિક અસરથી હટાવી લીધું છે. WFI સમયસર ચૂંટણી કરાવવામાં નિષ્ફળ જતાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ગયા વર્ષે ઓગસ્ટમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું હતું. ડિસિપ્લિનરી ચેમ્બરે નક્કી કર્યું કે સસ્પેન્શન લાદવા માટે પર્યાપ્ત આધારો છે, કારણ કે ફેડરેશનમાં ઓછામાં ઓછા છ મહિનાથી આ સ્થિતિ હતી. 

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)નું સસ્પેન્શન હટાવી લીધું છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. WFI સમયસર ચૂંટણી કરાવવામાં નિષ્ફળ જતાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ગયા વર્ષે ઓગસ્ટમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું હતું. હવે WFI પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે.

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ 9 ફેબ્રુઆરીના રોજ સસ્પેન્શનની સમીક્ષા કરવા માટે મળ્યા હતા. તમામ મુદ્દાઓને ધ્યાનમાં લીધા બાદ સસ્પેન્શન હટાવવાનો નિર્ણય કર્યો હતો. હવે WFIએ તેના એથ્લેટ કમિશનની પુનઃ ચૂંટણી યોજવી પડશે. આ કમિશન માટેના ઉમેદવારો સક્રિય એથ્લેટ હોવા જોઈએ. જ્યારે ચાર કે તેથી વધુ વર્ષ પહેલાં નિવૃત્તિ લઈ ચૂકેલા એથ્લેટ્સ ચૂંટણી લડી શકશે નહીં. આ ચૂંટણીઓ ટ્રાયલ અથવા કોઈપણ વરિષ્ઠ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ દરમિયાન યોજવામાં આવશે. આ ચૂંટણીનું આયોજન 1 જુલાઈ 2024 પહેલા કરવુ પડશે.

WFI એ UWWને તરત જ લેખિત બાંયધરી આપવી જોઈએ કે તમામ WFI ઈવેન્ટ્સ ખાસ કરીને ઓલિમ્પિક ગેમ્સ અને અન્ય કોઈપણ મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં કોઈપણ ભેદભાવ વિના ભાગ લેવા માટે તમામ રેસલર્સને ધ્યાનમાં લેવામાં આવશે. UWW રેસલર્સના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં તેમનો સંપર્ક કરશે. હવે ભારતીય રેસલર્સ આગામી UWW ઈવેન્ટમાં તેમના દેશના ધ્વજ હેઠળ ઈવેન્ટમાં રમી શકશે. સસ્પેન્શન હેઠળ ભારતીય  રેસલર્સએ UWW ધ્વજ હેઠળ સ્પર્ધા કરવી પડી હતી.

મહિલા રેસલર્સના યૌન શોષણના આરોપ અને રેસલર્સના આક્રમક વિરોધને કારણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા થયેલી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહની નજીકના સંજય સિંહની પેનલનો વિજય થતા, રેસલર્સે ભારે વિરોધ શરુ કર્યો હતો.ત્યાર બાદ રમત ગમત મંત્રાલય દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નવી બોડીને હટાવીને સંજય સિંહની માન્યતા રદ્દ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તા ગાયકવાડનું 96 વર્ષની વયે નિધન થયું
Next articleસ્પિનરે બોલ નાખ્યા બાદ તે સીધો વિકેટ સાથે અથડાયો, વીડિયો સો.મીડિયામાં વાયરલ