Home વ્યાપાર જગત યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીએ...

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ૧૦૪૫ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૪૧.૩૯ સામે ૫૩૦૧૮.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૪૨૫.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૭૧૭.૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪૫.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૪૯૫.૭૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૦૮.૬૫ સામે ૧૫૮૨૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૩૨૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૮.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૩૩૯.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ૧%થી વધુના ઉછાળા સાથે થઈ હતી, પરંતુ ફુગાવા – મોંઘવારીનો આંક અમેરિકામાં તાજેતરમાં વધીને ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હોઈ ગઇકાલે યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજ દરમાં ૦.૭૫%નો વધારો કરવામાં આવતા ઉછાળે નફારૂપી વેચવાલીનું નોંધાતા બીએસઇ સેન્સેકસ અને નિફટી ઉપલા મથાળેથી અંદાજીત ૨ ઘટીને બંધ રહ્યા હતા. આ સાથે ભારતીય શેરબજારમાં ફંડોએ નવી મોટી ખરીદીથી દૂર રહીને હજુ ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત જંગી વેચવાલી ચાલુ રહી આજે પણ ફંડો વેચવાલ રહ્યા હતા.

ક્રુડ ઓઈલના ભાવ વધ્યામથાળેથી ઘટી આવતા આરંભિક સેન્સેક્સ, નિફટી બેઝડ મજબૂતી જોવાઈ હતી. અલબત ફુગાવાને લઈ ચિંતાએ મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં વેચવાલી શરૂ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત ઓફલોડિંગ બાદ છેલ્લી ઘડીમાં આજે ટેલિકોમ શેરોમાં મોટું ઓફલોડિંગ થતાં બીએસઇ સેન્સેક્સ ૧૦૪૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૬૮ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૫.૮૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૩૯.૨૦ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૮૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને ટેલિકોમ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૫૪ અને વધનારની સંખ્યા ૬૨૦ રહી હતી, ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકામાં ધારણા કરતાં ઘણી વધારે ઝડપથી વધી રહેલી મોંઘવારી ડામવા માટે ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં વ્યાજના દરમાં ૦.૭૫%નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારો છેલ્લા ૨૮ વર્ષમાં સૌથી વધુ છે. બેન્કો પોતાની પાસે વધારાની રોકડ હોય તે બીજી બેન્કને આપે કે બેન્ક રોકડ મેળવે તેના માટે ફેડરલ ફન્ડ હોય છે જેના વ્યાજમાં અપેક્ષિત વધારો કરવામાં આવ્યો છે. હવે ફેડરલ ફંડના વ્યાજ ૧.૫૦ ટકાથી ૧.૭૫ ટકા થશે. મે મહિનાની બેઠકમાં વ્યાજના દર ૦.૫૦% વધારવાના ફેડરલ રિઝર્વના નિર્યણથી અમેરિકામાં ત્યારે ફેડરલ રિઝર્વના વ્યાજના દર ૦.૭૫% થી ૧% વચ્ચે છે.

ફેડરલ રિઝર્વે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો હજી ઊંચો છે અને તેના માટે જરૂર પડ્યે વ્યાજના દર વધારવામાં આવશે. અમેરિકામાં ફુગાવાનો દર ચાર દાયકાની સૌથી ઉંચી સપાટી ૮.૬%એ છે. ઊંચા ફુગાવાના કારણે અમેરિકામાં સરકારી બોન્ડના યીલ્ડ ૩% ઉપર ચાલી રહ્યા છે. બજારમાં એવી અપેક્ષા છે કે ફેડરલ રિઝર્વ માટે અત્યારે અર્થતંત્રના વિકાસના જોખમે પણ મોંઘવારી ઘટાડવી અનિવાર્ય છે જેથી જીવનધોરણ ઉપર તેની અસર ઘટી શકે. ગઇકાલે વ્યાજના દર વધવાની જાહેરાત બાદ ભારતીય શેરબજાર દિવસના ઊંચા સ્તરથી અપેક્ષિત ઘટાડો નોંધાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનિલ કપૂર, વરુણ ધવન અને કિયારાની મુંબઈ મેટ્રોમાં મુસાફરી
Next articleવિદેશી રોકાણકારોની સતત નફારૂપી વેચવાલી અને અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજાર બાવન સપ્તાહની નીચી સપાટીએ…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.