Home ગુજરાત યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા માન. શિક્ષણ રાજ્ય મંત્રી...

યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા માન. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને લાયન્સ ઈન્ટરનેશનલ 3232B-3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે MoU

29
0

લાયન્સના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં “ડ્રગ અવેરનેસ” કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે
માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, શેરી નાટકો, વ્યાખ્યાનમાળાના આયોજન કરાશે
વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ-નાગરિકોમાં ડ્રગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક
…..
(જી.એન.એસ),તા.૧૧
અમદાવાદ
ગુજરાત રાજ્ય ના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે આજે ખાસ MoU કરવામાં આવ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી પી.બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર શ્રી સુનિલ ગુગલીયાની હાજરીમાં આજે Drug Awareness and Rehabilitation activity માટે MoU સંપન્ન થયા છે.

આ MoU અંતર્ગત લાયન્સ ડિસ્ટ્રીકટ (3232 B3)ના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં “ડ્રગ અવેરનેસ” કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે. જે અંતર્ગત માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો), વ્યાખ્યાનમાળાના આયોજન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક છે.

આ M0U દરમિયાન લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B-3 ના drug awareness ના ચેરપર્સન શ્રી નંદિની રાવલ , પ્રોટોકોલ ઓફિસર શ્રી નિમેષ મંજુમદાર, લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના ના સેક્રેટરી શ્રી ભૂમિબેન જોગાણી સહિતના લાયન્સ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ફેર એવોર્ડ્સ રાજ્યની સિનેમેટિક અને ટુરિઝમ કૉમ્યુનિટી માટે ઐતિહાસિક અવસર સાબિત થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Next articleદૈનિક રાશિફળ (તા.૧૩-૧૦-૨૦૨૩)