Home મનોરંજન - Entertainment યુરોપ પ્રવાસની સફર દરમિયાન બન્યું એવું કે દિવ્યાંકા ત્રિપાઠી મુશ્કેલીમાં મુકાઈ ગઈ

યુરોપ પ્રવાસની સફર દરમિયાન બન્યું એવું કે દિવ્યાંકા ત્રિપાઠી મુશ્કેલીમાં મુકાઈ ગઈ

87
0

(જી.એન.એસ),તા.૧૨

મુંબઈ,

ટીવી ઈન્ડસ્ટ્રીની ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી આ દિવસોમાં પતિ વિવેક દહિયા સાથે વિદેશ પ્રવાસે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના પતિ વિવેક દહિયા સાથે યુરોપના પ્રવાસે છે, જેની ઝલક તે સોશિયલ મીડિયા પર સતત શેર કરતી રહે છે.  આ સફર દરમિયાન તેની સાથે કંઈક એવું બન્યું, કે હવે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ઈટલીમાં ફરી રહ્યા હતા, આ દરમિયાન તેમના સાથે લૂટફાટ થઈ હતી. સફર દરમિયાન, ચોરોએ કારનો કાચ તોડી નાખ્યો હતો અને તેની કારમાંથી કપડાં, પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સહિત લાખોનો સામાનની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. જે બધાની કિંમત આશરે 10 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ દિવસોમાં ઈટાલીના ફ્લોરેન્સમાં રોમેન્ટિક રજાઓ માણી રહેલા દિવ્યાંકા અને વિવેકે હવે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે માહિતી આપી રહ્યા છે. આ કપલને ભારત પરત ફરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, જેને લઈને કપલ ચિંતિત છે. આવી સ્થિતિમાં દિવ્યાંકાએ ભારત પરત ફરવા માટે મદદની વિનંતી કરી છે. થયેલી લૂટફાટમાં દિવ્યાંકા અને વિવેકના કપડાં અને પર્સ ચોરાઈ ગયા હતા, જેમાં કેટલીક રોકડ રકમ, કાર્ડ અને પાસપોર્ટ હતા. આવી સ્થિતિમાં, તેમની રોમેન્ટિક સફર એક દુઃસ્વપ્ન બની ગઈ છે.

દિવ્યાંકા અને વિવેક તેમની લગ્નની આઠમી વર્ષગાંઠ ઉજવવા ઈટાલી ગયા હતા. જ્યાં સુધી તેઓ લૂંટનો શિકાર બન્યા, ત્યાં સુધી કપલ તેમની રજાઓની ઝલક સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી રહ્યું હતું. દિવ્યાંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “વિવેક અને હું સુરક્ષિત છીએ અને સ્વસ્થ છીએ, પરંતુ અમારી રિસોર્ટ પ્રોપર્ટીમાં અમારી કારમાંથી અમારી મોટાભાગની જરૂરી વસ્તુઓ, પાસપોર્ટ, બેંક કાર્ડ અને મોંઘી વસ્તુઓ ગુમ થઈ ગઈ છે. અમે શક્ય તેટલી વહેલી તકે એમ્બેસી પાસેથી મદદની આશા રાખીએ છીએ.” વિવેક દહિયાએ કહ્યું કે તેમને ભારત આવવા માટે મદદની જરૂર છે. દંપતીએ ત્યાંની પોલીસ સાથે પણ વાત કરી હતી પરંતુ તેમને ત્યાં કોઈ મદદ મળી ન હતી. વિવેકે જણાવ્યું કે તેઓની આ બાબતને એમ કહીને નકારી કાઢી હતી કે સીસીટીવી કેમેરાના અભાવે તેઓ તેમની મદદ કરી શકતા નથી. વિવેકે આગળ કહ્યું કે આ પછી અમે ફ્લોરેન્સ નજીકના એક શહેરમાં પહોંચ્યા અને હવે હોટેલ સ્ટાફ તેમની મદદ કરી રહ્યો છે. જોકે, તમામ પૈસા ચોરાઈ ગયા બાદ તેમની પાસે પૈસા પણ નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનની સેના શિનજિયાંગના રણમાં ફાઈટર પ્લેન અને એરક્રાફ્ટ કેરિયર્સ પર હુમલાનો અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું
Next articleઅક્ષય કુમાર કોરોના પોઝિટિવ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નનો ભાગ નહીં લઇ શકે