Home હર્ષદ કામદાર યુપીમા પ્રિયંકા ગાંધીની આક્રમકતા કોંગ્રેસને પુનઃ બેઠી કરી શકશે…..)

યુપીમા પ્રિયંકા ગાંધીની આક્રમકતા કોંગ્રેસને પુનઃ બેઠી કરી શકશે…..)

106
0

(જીએનએસ : હર્ષદ કામદાર) ‌‌
દેશમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીઓને લઇને દેશના દરેક રાજકીય અને પ્રાંતિય પક્ષોમાં મોટા પ્રમાણમાં હલચલ મચી ગઇ છે. અને તેમા પણ સૌથી વધુ ચિંતા ભાજપના નેતાઓમાં વ્યાપી ગઈ છે…. કારણ કે દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલી કિંમતોને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિત દરેક ચીજ વસ્તુઓમાં તોતીંગ ભાવવધારો થઈ ગયો છે. તો રાંધણ ગેસમા અપાતી સબસીડી અંગે કોઈપણ જાહેરાત વિના બંધ કરી દેવામાં આવી અને બાકી હતું તે ભાવ વધારો કરવામાં આવી અને બાકી રહી જતું હોય તેમ ગેસ સિલીન્ડરની કિંમતોમાં ભાવો વધારી દેતા ગૃહિણીઓના બજેટ પર મોટી અસર થઈ છે જેના કારણે ગૃહિણીઓ નારાજ છે. જ્યારે કે જાહેર સાહસો વેચી દેતા હવે સરકારી નોકરીઓ નહીં રહે…તથા શિક્ષણ ફીઓ એ હદે વધારી દેવામાં આવી છે કે ગરીબ વર્ગ, મજૂર વર્ગ અને મધ્યમ વર્ગના સંતાનો માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાના ફાંફા પડશે. આ બધી બાબતો ઉપરાંત કૃષિ કાનૂન પરત ખેંચવા બાબતેનું કિસાન આંદોલન ભાજપ સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. તો ભાજપના કેટલાક નેતાઓના બફાટને કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય જન માનસને પણ ભડકાવી દીધા છે…. તેમાં પણ લખીમપુર કિસાન રેલી પર જીપકાર ચડાવી દેવાની ઘટનામાં મંત્રીના પુત્રની ધરપકડ ન થવી તેમજ એફ આર આઈની નકલ વાંચી ન શકાય તેવી આપવાની બાબતોએ યોગી સરકારને ભીંસમા મૂકી દીધી છે તે સાથે ભાજપ રાજનેતાઓની ચિંતામાં બેહદ વધારો કરી દીધો છે. ત્યારે બાકી હતું તો મરણ પથારીએ પડેલા કોંગ્રેસના યુપીમાં દીકરી કહેવાતા પ્રિયંકાને લખીમપુર રેલીના મૃતક કિસાનોના પરિવારોને મળવા જતા પહેલા અટકાયત કરીને બે દિવસ પછી મુક્ત કરવા પડ્યા અને પિડીત કિસાનોના પરિવારને મળવા જવ દેવા પડ્યા. જેને બળતામાં ઘી હોમ્યું અને યુપી સહિતના રાજ્યોમા કોંગ્રેસની આક્રમકતાને કારણે કોંગ્રેસ પુનઃ બેઠી થઇ જશે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે….! બીજી તરફ કિસાનોની મુલાકાત બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની આગેવાની હેઠળ ગાંધી પ્રતિમા પાસે મૌન પ્રદર્શન કરતા યુપી સહિતના રાજ્યોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.અને આ કારણોને લઈને ભાજપ નેતાગણ દોડતો થઈ ગયો છે તેમજ સંઘ નેતાઓને મેદાનમાં ઉતરવું પડ્યું છે…..!
પાંચ રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધુ મહત્વ યુપીની ચૂંટણીને આપવામાં આવી રહ્યું છે કારણ પશ્ચિમ યુપીમાં કિસાનોનો દબદબો વધુ છે તો કિસાન નેતાએ લડતની પાંચ બાબતો પ્રજા વચ્ચે મૂકી…. જેમાં કિસાન મહા પંચાયત બોલાવવાની જાહેરાતે સત્તાધારી પક્ષની ઉંઘ હરામ કરી નાખી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ 40 ટકા મહિલાઓને બેઠકો આપવાની જાહેરાત કરતા તમામ રાજકીય પક્ષો ભીંસમાં આવી ગયા છે જેમાં ભાજપ પણ બાકાત નથી. જ્યારે કે મમતાએ સમાજવાદી પાર્ટીના અખિલેશની મદદમાં આવવાની જાહેરાત કરતા ભાજપના ધૂરંધર કહેવાતા નેતાઓને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. તે સાથે સંઘે શિબિર યોજવા સાથે સંઘના નેતા સહિતનાઓને મેદાનમાં ઉતારી દીધા છે. જ્યારે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂટણીઓ જીતી પ્રજામાં નામના મેળવનાર સપા નેતા અખિલેશ યાદવે રથ યાત્રા કાઢી છે અને રાજ્યભરમાં ફરવાની છે. કોંગ્રેસ લખીમપુર ઘટનાના આરોપીના પિતા કેન્દ્રીય મંત્રી જાય મિશ્રાને મંત્રી પદેથી દૂર કરવાની માંગ સાથે ભારે પ્રમાણમાં ઊહાપોહ મચાવી દીધો છે. જો કે અન્ય પક્ષો મંત્રી મીશ્રા વિરૂધ્ધ બોલતા નથી કારણ કે બ્રાહ્મણ સમાજમાં જાય મિશ્રા મોટું માથું છે…. જ્યારે કે યુપીમાં જ્ઞાતિ આધારિત રાજકારણ વધુ ચાલે છે જેથી ક્યા પક્ષને કેટલી કેટલી સફળતા મળશે તે કહેવું અસંભવ છે…..! વંદે માતરમ્

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ઐતિહાસિક સપાટીએથી ઝડપી પીછેહઠ…!!
Next articleવૈશ્વિક મોરચે એનર્જી કટોકટી અને ચોમેરથી આવેલ નફારૂપી વેચવાલીના દબાણે ભારતીય શેરબજારમાં ૩૩૬ પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો…!!