(જી.એન.એસ) તા. 23
હાથરસ,
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ખુબજ ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેમાં એક પત્નીએ પોતાના પ્રેમીના કારણે પતિની હત્યા કરી નાખી હતી. પત્ની એ ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ દ્વારા તેના પતિનું લોકેશન પ્રેમીને આપ્યું હતું. હાથરસ પોલીસની એસઓજીની ટીમે આ ઘટનાનો ખુલાસો કરતાં ત્રણ આરોપીઓ સાથે મૃતકની પત્નીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી બંદૂક, કારતૂસ અને ઘટનામાં વપરાયેલી એક બાઇક કબજે કરવામાં આવી છે. હાથરસના ગણેશ કોલોનીમાં રહેતા મુનેન્દ્ર ઉપાધ્યાયની શુક્રવારે સવારે હાથરસ સદર કોતવાલી વિસ્તારના કલવારી રોડ પર FCI ગોડાઉનની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ મુનેન્દ્રને ગોળી મારી હતી. આ મામલે મૃતકના ભાઈ અશોકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મોતની ઘટનાનો ખુલાસો કરતા પોલીસે ભોલા પચૌરી, રાજીવ ગૌતમ, રજત કુમાર અને મૃતકની પત્ની પ્રિયંકાની ધરપકડ કરી છે. પતિની હત્યાના કાવતરામાં ફસાયેલી પત્ની પ્રિયંકાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેના ભાનુ (રહે. અહાન પોલીસ સ્ટેશન વિસ્તાર) સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. તે જ સમયે તેનો પતિ મુનેન્દ્ર દારૂ પીને તેને રોજ મારતો હતો. તે મને અને ભાનુને મારી નાખવાની ધમકી આપતો હતો. જ્યારે મેં ભાનુને આ વાત કહી ત્યારે તેણે મુનેન્દ્રને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી.
પ્રિયંકા તેના પ્રેમીને તેના પતિ મુનેન્દ્રના બહાર જવાની માહિતી ઈન્સ્ટાગ્રામ દ્વારા આપતી હતી. ગત શુક્રવારે આ માહિતીના આધારે ભાનુ અને તેના સાગરિતો ભોલા અને રાજીવ ગૌતમે મુનેન્દ્રની ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના વોન્ટેડની શોધખોળ ચાલી રહી છે.
એસપી નિપુણ અગ્રવાલે આ ઘટના બાબતે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર મુનેન્દ્ર ઉપાધ્યાયની હત્યાનું કાવતરું તેની પોતાની પત્ની પ્રિયંકા ઉપાધ્યાયે તેના મિત્ર સાથે મળીને ઘડ્યું હતું. મૃતકની પત્ની અને હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રિયંકાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેના પતિએ ઘરના દાગીના વેચીને તે પૈસા વાપરીને ભાનુની હત્યા કરવાની યોજના બનાવી હતી. જ્યારે તેણે ભાનુને આ વાત કહી તો તેણે કહ્યું કે જો તે મુનેન્દ્રને નહીં મારે તો તેને મારી નાખશે. હાલ અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.