(જી.એન.એસ) તા. 5
નવી દિલ્હી/લખનૌ,
સંસદથી પાસ થઈ ચૂકેલા વક્ફ સંશોધન અધિનિયમને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનો આગળનો પ્લાન જાહેર કર્યો હતો. મહારાજગંજમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, ‘લાખો એકર જમીન વક્ફ બોર્ડના નામ પર કબ્જે કરવાનું કામ કરાયું હતું. કેટલાક લોકો માટે તે લૂંટનું માધ્યમ બની ગયું હતું. જેના પર હવે સંપૂર્ણ રીતે લગામ લાગશે. આ જમીનો પરત લેવામાં આવશે. હવે વક્ફ બોર્ડની જમીન પર કોઈ લૂંડ નહીં કરી શકે. જાહેર જમીન પર કોઈ કબજો કરી શકશે નહીં. જે પણ જાહેર જમીન હશે તેનો ઉપયોગ શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને મેડિકલ કોલેજો બનાવવા માટે કરવામાં આવશે.’
મુખ્યમંત્રી યોગીએ મહારાજગંજના નૌતનવા બ્લોકના રતનપુરમાં 150 કરોડના ખર્ચે બનેલા રોહિન બૈરાજનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધિત કર્યા હતા. અગાઉની સરકારો પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, ‘ઘણાં વર્ષો સુધી ઉત્તરપ્રદેશની સત્તા સંભાળતી સરકારો પાસે પોતાનું પેટ ભરવાનો પણ સમય નહોતો. મુખ્યમંત્રીએ રૂ. 650 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.