(જી.એન.એસ) તા. 23
નવી દિલ્હી,
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને એક ખુબજ મહત્વની બાબતે ચેતવણી આપવામાં આવી છે જેમાં, માન્યતા વગરની યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી નકલી ડિગ્રીઓ તેમને સાવચેત અને સતર્ક રહેવા અને સલાહ આપવામાં આવી છે.
આ મામલે યુજીસીએ એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે ઘણી સંસ્થાઓ ગેરકાયદેસર રીતે ડિગ્રીઓ આપીને યુજીસી એક્ટનું ઉલ્લંઘન કરી રહી છે. વિદ્યાર્થીઓ UGCની સત્તાવાર વેબસાઈટ https://www.ugc.gov.in/ ની મુલાકાત લઈને મહત્વપૂર્ણ સૂચના ચકાસી શકે છે.
આ મામલે યુજીસી અનુસાર માત્ર રાજ્ય અધિનિયમ, કેન્દ્રીય કાયદા અથવા પ્રાંતીય કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટીઓ અથવા યુજીસી કાયદા, 1956 હેઠળ ખાસ સમાવિષ્ટ સંસ્થાઓને જ ડિગ્રી આપવાનો અધિકાર છે. માન્યતા પ્રાપ્ત ન હોય તેવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી ડિગ્રીઓ એડવાન્સ્ડ સ્ટડી અથવા રોજગાર માટે અમાન્ય રહેશે. કમિશને કહ્યું કે કેટલીક સંસ્થાઓ એવી છે જે અધિકૃતતા વિના ડિગ્રી આપી રહી છે.
યુજીસી દ્વારા આપવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, ‘યુજીસીને જાણવા મળ્યું છે કે ઘણી સંસ્થાઓ યુજીસી કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ડિગ્રીઓ આપી રહી છે.’ આવી સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલી ડિગ્રીઓ ઉચ્ચ અભ્યાસ અને રોજગારના હેતુ માટે સ્વીકારવામાં આવશે નહીં અથવા ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
આ મામલે ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ડૉ. સુકાંત મજુમદારે લોકસભામાં માહિતી આપી હતી કે UGC વેબસાઈટે 21 સંસ્થાઓને નકલી યુનિવર્સિટીઓ તરીકે ઓળખી કાઢી છે. તેમણે વધુમાં કહ્યું કે કાયદાનો અમલ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. વધુમાં, કેન્દ્ર સરકારે રાજ્યના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓને સંસ્થાઓ બંધ કરવા અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.