(જી.એન.એસ),તા.૦૮
યુક્રેન
યુક્રેન-રશિયા યુદ્ધ છેડાયાના 100થી પણ વધુ દિવસ થઈ ગયા અને આ દરમિયાન બંને દેશે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ તો દાવો કર્યો છે કે યુદ્ધમાં રશિયાના અત્યાર સુધીમાં 31 હજાર જેટલા સૈનિકો માર્યા ગયા છે. આમ છતાં જે રીતે ટચૂકડું યુક્રેન જાયન્ટ રશિયાને ટક્કર આપી રહ્યું છે તે જોઈને દુનિયા પણ સ્તબ્ધ છે. રશિયા આટલું દમદાર હોવા છતાં તેણે ખુબ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનો દાવો છે કે યુક્રેનમાં રશિયાના 31 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે 24મી ફેબ્રુઆરીથી છેડાયેલા આ યુદ્ધમાં રશિયાના રોજેરોજ 300 સૈનિકો માર્યા જાય છે. જેલેન્સ્કીએ વધુમાં કહ્યું કે યુક્રેનમાં આગલી હરોળની સ્થિતિમાં કોઈ મહત્વપૂર્ણ પરિવર્તન થયું નથી. ડોનબાસની રક્ષા કરવામાં આવી રહી છે. હોટ સ્પોટ તે જ છે. તેમણે કહ્યું કે રશિયાને વિશ્વાસ જ નહતો કે અમારા સૈનિકો આટલો મજબૂત સામનો કરશે જે અમે સ્પષ્ટપણે મહેસૂસ કરી શકીએ છીએ. તેઓ હવે ડોનબાસ બાજુ વધારાના સૈન્ય સાધનો તૈનાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેવુ તેઓ ખેરસોનમા કરી રહ્યા છે તેવું જ તેઓ અમારા કામ પર કાબૂ મેળવવા માટે રહ્યા છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ ફાઈનાન્શિયલ ટાઈમ્સ સંમેલન દરમિયાન ભારપૂર્વક કહ્યું હતું કે યુક્રેને યુદ્ધના મેદાનમાં રશિયાને હરાવવાની જરૂર છે. તેઓ હજુ પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે શાંતિ વાર્તા માટે તૈયાર છે. યુક્રેની રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર દેશ નામે કરેલા સંબોધનમાં આ વાતો કરી. તેમણે એમ પણ કહ્યું કે અમે આઝાદ લોકો છીએ અમે તમારા ગુલામ નથી. તેમણે કહ્યું કે જે રીતે પૂર્વ ડોનબાસમાં યુદ્ધ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં સ્થિતિમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો નથી. કારણ કે યુક્રેની સેના સિવિએરોડોનેટ્સક અને લિસિચન્સ્ક શહેરોનું રક્ષણ કરવા માંગે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.