(જી.એન.એસ),તા.30
વોશિંગ્ટન
યુએસ પ્રમુખ જો બાઈડને સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. જેમાં અમેરિકાના સંસદસભ્યો, અધિકારીઓ અને કોર્પોરેટ કંપનીના વડાઓ સહિત 600 થી વધુ પ્રતિષ્ઠિત ભારતીયોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુએસ પ્રમુખ જો બાઈડને સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરીસ બાઈડનના પત્ની ડૉ. જીલ બાઈડન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાને કારણે આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. બાઈડને વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાં કહ્યું, “રાષ્ટ્રપતિ તરીકે, મને વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી દિવાળીની ઉજવણી કરવાનું આયોજન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તે મારા માટે ઘણી આનંદની વાત છે. બાઈડનના ભાષણ પહેલાં, યુએસ સર્જન જનરલ વાઈસ એડમિરલ વિવેક એચ. મૂર્તિ, નિવૃત્ત યુએસ નેવીના અધિકારી અને નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને ‘ભારતીય-અમેરિકન યુવા કાર્યકર’ શ્રુતિ અમુલાએ પણ દિવાળીના ખાસ સમારોહને સંબોધિત કર્યો હતો. સુનીતાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી રેકોર્ડ કરેલો એક વીડિયો મેસેજ મોકલ્યો હતો. વ્હાઇટ હાઉસના ‘બ્લુ રૂમ’માં વિધિપૂર્વક દીપ પ્રગટાવતા બાઈડને કહ્યું કે દક્ષિણ એશિયાઈ અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.