(જી.એન.એસ) તા. 2
વોશિંગ્ટન,
અમેરિકામાં હવે શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાજ વરસી હોય તેમ લાગી રહ્યું છે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (HHS) એ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. કર્મચારીઓને મંગળવારે બરતરફીની નોટિસ મળવા લાગી. એવી અટકળો છે કે ટ્રમ્પ સરકાર 10,000 લોકોને નોકરીમાંથી કાઢી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (HHS)ની છટણીની યોજનાઓમાં હાઈ-પ્રોફાઈલ ફેડરલ એજન્સીઓ જેમ કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA), સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) નો સમાવેશ થાય છે. આ છટણી કરીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ફેડરલ સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) દ્વારા ખર્ચમાં ઘટાડો કરે છે.
આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયરે ગયા અઠવાડિયે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં છટણીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે 10,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે અને VRS દ્વારા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સંખ્યા 82,000 થી ઘટાડીને 62,000 કરવામાં આવશે.
ટ્રમ્પના નવા નિર્ણયથી આ એજન્સીઓને થશે અસર:-
– ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) – 3,500 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે
– સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) – 2,400 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે
– નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) – 1,200 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે
– સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસિસ (CMS) 300 નોકરીઓ જતી રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.