Home દુનિયા યુએઈ સહિત ખાડી દેશો ભારત માટે ખુબ જરૂરી અને મહત્વના છે

યુએઈ સહિત ખાડી દેશો ભારત માટે ખુબ જરૂરી અને મહત્વના છે

51
0

(જી.એન.એસ),તા.૨૯
નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીનો પ્રવાસ પૂર્ણ કરી યૂએઈ પહોંચ્યા. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ યૂએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ભારત અને યૂએઈ વચ્ચે પહેલાંથી સંબંધો ઘણા મજબૂત છે અને આર્થિક રીતે પણ યૂએઈ ભારત માટે ઘણું મહત્વનું છે. ત્યારે અમે તમને બતાવીશું કે ભારત અને યૂએઈ વચ્ચે કેવા સંબંધ છે અને કયા તથ્યો છે જે દર્શાવે છે કે યૂએઈ ભારત માટે કેટલું જરૂરી છે? ભારત માટે યૂએઈ સહિત ૭ ખાડી દેશ મહત્વના છે. આ દેશોમાં ઈરાક, કુવૈત, બહરીન, કતાર, યૂએઈ, ઓમાન, સઉદી અરબ વગેરે દેશો છે. આ ખાડી દેશોમાં યૂઈએનું મહત્વનું સ્થાન છે. યૂએઈની સાથે ભારતના ક્રૂડ ઓઈલથી લઈને ભારતમાં આવનારા વિદેશી ધન અને એક્સપોર્ટના મામલામાં ઘણા મહત્વના સંબંધો છે. ભારત માટે યૂએઈ એટલા માટે ખાસ છે. કેમ કે કહેવામાં આવે છેકે યૂએઈમાં દર ત્રીજાે વ્યક્તિ ભારતીય છે અને આ જ કારણે યૂએઈની સાથે ભારત સારા સંબંધ રાખે છે. અને જરૂરી પણ છે. જાે તેલના હિસાબની વાત કરીએ તો દેશનું ૬૦ ટકા ક્રૂડ ઓઈલ ખાડી દેશોમાંથી આવે છે. તેમાં યૂએઈથી ૯ ટકા તેલ આવે છે. જ્યારે ઈરાકમાંથી ૨૨ અને સઉદી અરબથી ૧૯ ટકા તેલ આવે છે. જાે વિદેશમાંથી આવનારા પૈસાની વાત કરીએ તો ભારતમાં વિદેશથી આવનારા લગભગ અડધા પૈસા ૫ ખાડી દેશોમાં થઈને આવે છે. આ ખાડી દેશોમાંથી ભારતમાં ૨૬.૯ ટકા પૈસા યૂએઈથી આવે છે. તેના પછી ૧૧.૬ ટકા પૈસા સઉદી અરબ, ૬.૫ ટકા પૈસા કતર, ૫.૫ ટકા પૈસા કુવૈત અને ૩ ટકા પૈસા ઓમાનથી આવે છે. વેપારની દ્રષ્ટિએ પણ ભારતના ખાડી દેશો સાથે સારા સંબંધ છે. યૂએઈમાં ભારતમાંથી એટલા સામાનની નિકાસ થાય છે કે તે ભારતનું ત્રીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. ભારતે યૂએઈમાં ૨૮૮૫૩.૬ અમેરિકી ડોલરની નિકાસ કરી છે. જે ભારતની કેટલીક નિકાસના ૯.૨ ટકા છે. જ્યારે ભારતના એક્સપોર્ટમાં ૯.૨ ભાગીદારી યૂએઈથી છે. આ સિવાય ભારતે ઓમાનમાં ૨૨૬૧.૮ અમેરિકી ડોલર, ઈરાકમાં ૧૮૭૮.૨ અમેરિકી ડોલર અને કુવૈતમાં ૧૨૮૬.૬ અમેરિકી ડોલરની નિકાસ કરી છે. યૂએઈમાં ભારતના એટલા લોકો રહે છે કે યૂએઈમાં દર ત્રીજાે વ્યક્તિ ભારતીય છે. યૂએઈમાં ૩૪,૨૫,૧૪૪ ભારતીય નાગરિક રહે છે અને તે ત્યાંની વસ્તીના ૩૪.૬૦ ટકા જેટલા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંતકવાદ અને જેહાદીઓથી હિન્દુત્વને બચાવવું જરૂરી છે : ડચ સાંસદ
Next articleબ્રહ્માવિહારી સ્વામીએ બહેરીન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો