Home ગુજરાત યાત્રાધામ પાલીતાણામાં છ-ગાઉ યાત્રાનો જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે થયો પ્રારંભ

યાત્રાધામ પાલીતાણામાં છ-ગાઉ યાત્રાનો જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે થયો પ્રારંભ

3
0

(જી.એન.એસ) તા. 12

પાલિતાણા,

વિશ્વભરમાં વસતા જૈનો માટે આસ્થાનું આગવું પ્રતિક તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરીક્રમા ફાગણ સુદ તેરસના દિવસે (બુધવારે) વિધિવત જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટીથી પ્રારંભ થયો હતો. આ છ ગાઉની યાત્રામાં દેશ – વિદેશમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉની યાત્રામાં જોડાયા,યાત્રિકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રિકો યાત્રા કરી હતી.

પાલીતાણામાં બિરાજમાન શાશ્વત ગીરીરાજ શેત્રુંજય ની છ ગાઉંની યાત્રાનો આજે વહેલી સવારે પાલીતાણા જય તળેટીથી જય જય આદીનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો, આજના દિવસે શેત્રુંજય ગીરીરાજ પર કૃષ્ણના બે પુત્રો પદ્યુંમ્ન અને સામ્બુમ્ન કરોડો મુનીઓ સાથે આજના દિવસે અહી મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મમાં આજની આ છ ગાઉની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય આજે હજારો લોકો છ ગાઉની યાત્રા કરી ધન્યતા અનુભવે છે,આજની આ છ ગાઉંની યાત્રામાં આજે દેશભર ઉપરાંત વિદેશમાંથી 30 થી 40 હજાર લોકો શ્રાવક.શ્રાવિકાઓ સાધુભગવંતો ,સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યા માં જોડાયા.તેમજ સિદ્ધવડ ખાતે પાલ માં એક લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા.

આ પવિત્ર બાબતે વાત કરીએ તો, છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે,પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રીઆદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનું ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાથી આગળ શ્રીઅજિત-શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. બાજુમાં ચિલ્લણ(ચંદન) તલાવડી આવે છે, ત્યાં બેઠા-સૂતા કે ઉભા ૯ કે ૧૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ત્યાથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ-પ્રદ્યુમ્નની દેરી આવે છે. શાંબ-પ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવનાં પુત્ર હતાં. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે.

તેમજ પાલમાં દરેક યાત્રિકોની દૂધ પાણીથી જમણા પગનો અંગુઠો ધોઈ,કુમકુમનું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે. જ્યાં 84 જેટલા પાલ ની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ફ્રુટ થી શરુ કરીને અનેક વાનગીઓઆ પીરસવામાં આવે છે. તેમજ અહી તપસ્વીઓ માટે એકાસણા બિયાસણા, આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વત થી આદ્પુર પાલ સૂધી ઠેર-ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ યાત્રા દરમિયાન આકસ્મિક સંજોગો ને પહોચી વળવા માટે ૧૦૮, ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.પાલ માં ખોવાયેલ કે ગુમ થયેલ વ્યક્તિ માટે સતત એલાઉન્સ માટે ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે પુરતો પોલીસ બંદોબસ્ત અને એસટી તંત્ર દ્વારા આદ્પુર સિદ્ધવડ આવવા જવા માટે બસની વ્યસ્વ્થા ઉભી કરવામાં આવી, આ રીતે છ ગાઉની યાત્રા પૂરી થાય છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે ત્યારે પાલીતાણામાં એક લાખ જેટલા યાત્રિકોએ છ ગામની યાત્રા કરી ધન્યતા અનુભવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field