ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓપનર યશસ્વી જાયસવાલે પહેલી મેચમાં દમદાર ઈનિંગ્સ રમીને ઈતિહાસ રચી દીધો છે. વેસ્ટઈંડીઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝના પ્રથમ ટક્કરમાં ડેબ્યૂ કરતા 21 વર્ષના આ બૈટરે રેકોર્ડતોડ બેટીંગ કરી છે. ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં શાનદાર સદી ફટકારતા 91 વર્ષનો ભારતીય ટેસ્ટ ઈતિહાસ બદલી દીધો છે. તે ભારતનો ત્રીજો ઓપનર અને કુલ 17મો ભારતીય ખેલાડી છે, જેના નામે આ સિદ્ધિ નોંધાઈ છે. ભારત અને વેસ્ટઈંડીઝની વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સીરીઝ ઈતિહાસના પન્નામાં નોંધાઈ ચુકી છે. વેસ્ટઈંડીઝના કપ્તાને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
દિગ્ગજ સ્પિનર આર અશ્વિને 5 વિકેટ લઈને ભારતે મેજબાન ટીમને પ્રથમ ઈનિંગ્સમાં 150 રન પર પાણીમાં બેસાડી દીધા હતા. ત્યાર બાદ જે થયું તે, તે શાનદાર હતું. જેને ભારતના ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. યશસ્વી જાયસવાલે ડેબ્યૂ મેચની પ્રથમ ઈનિંગ્સમાં શાનદાર સદી ફટકારી હતી. તે ભારતનો કુલ 17મો બેટ્સમેન બન્યો છે, જેણે ડેબ્યૂ મેચમાં સેન્ચુરી જમાઈ હતી. શિખર ધવન અને પૃથ્વી શો બાદ તે આવુ કરનારો ફક્ત ત્રીજો ઓપનર છે. ભારત તરફથી 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધવને જ્યારે 2018માં પૃથ્વી શોએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ભારત બહાર ટેસ્ટ ડેબ્યૂ કરતા અત્યાર સુધીમાં કોઈ ભારતીય ઓપનરે સદી નથી ફટકારી. ભારતે 1932માં ટેસ્ટ મેચ રમવાનું શરુ કર્યું હતું પણ 91 વર્ષમાં આવો મોકો ક્યારેય નથી આવ્યો. યશસ્વી જાયસવાલ ભારતીય ટેસ્ટ ઈતિહાસનો પ્રથમ ઓપનર છે, જેણે વિદેશમાં ડેબ્યૂ કરતા સેન્ચુરી મારી હોય. ભારતના 7 બેટ્સમેને ડેબ્યૂ પર સદી ફટકારી છે. અબ્બાસ અલી બેગ (v ENG, 1959),સુરેન્દ્ર અમરનાથ (v NZ, 1976),પ્રવીણ આમરે (v SA, 1992),સૌરવ ગાંગુલી (v ENG, 1996),વીરેન્દ્ર સહેવાગ (v SA, 2001),સુરેશ રૈના (v SL, 2010)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.