(જી.એન.એસ) તા.૨૧
અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રોડ ઉપર થતા સેટલમેન્ટ એટલે કે ભૂવા પડવા તથા જમીન બેસી જવાની બાબતને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરી છે.આ કારણથી હવે શહેરના કોઈપણ રોડ ઉપર ભૂવો પડશે કે જમીન બેસી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે સ્થળે કામ કરનાર કોન્ટ્રાકટર કે એજન્સીની રહેશે. કોન્ટ્રાકટર કે એજન્સીએ રોડ ઉપર પડેલા ભૂવાનુ તાકીદે સમારકામ કરવુ પડશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ અલગથી રકમ ચૂકવશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે નાંખવા ખોદાણ કરેલી જગ્યા તેમજ જીઓ,એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ, ટોરેન્ટ તથા યુ.જી.વી.સી.એલ.જેવી પાવર કંપની, અદાણી, જેટકો જેવી અન્ય એજન્સીઓને વિવિધ કામગીરી કરવા રોડ ઓપનીંગની મંજૂરી મ્યુનિ.તંત્ર તરફથી આપવામા આવે છે. યુટીલીટી નાંખવા માટે ખોદાણ કરેલી જગ્યાએ રીફીલીંગ કરવાની કામગીરીમા એકસૂત્રતા જળવાઈ રહે એ માટે તંત્ર તરફથી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો અમલ કરવા નિર્ણય કરાયો છે. જે મુજબ કોઈપણ સ્થળે કામગીરી કરતા પહેલાં અંડરગ્રાઉન્ડ યુટીલીટીનો સર્વે કરી ટ્રાયલ પીટ લઈ કામગીરી શરૃ કરવામાં આવશે.બેરીકેશન દુર કરતા પહેલાં માટી,ડેબરીઝ કે અન્ય મટીરીયલ રોડ ઉપરથી સફાઈ કર્યા બાદ જ દૂર કરવામા આવશે.તમામ સર્વિસ પ્રોવાઈડરો જે મ્યુનિ.પાસેથી રોડ ઓપનીંગની મંજૂરી લઈ કામગીરી કરે છે.તે તમામે આર.ઓ.પરમીશન લેતા પહેલાં બાંહેધરી પત્ર આપવુ પડશે.કામગીરી શરૃ કરતા પહેલા ટ્રાફિક ડાયવર્ઝન સહીતની બાબતને લઈ સેફટી પ્લાન બનાવવાનો રહેશે.બેરીકેડીંગની તમામ બાજુએ ચેતવણીનુ ચિહ્ન ઉપરાંત એજન્સીની વિગત, સેફટી એન્જિનીયરના કોન્ટેક અંગેની વિગત સ્થળ ઉપર દર્શાવવી પડશે.સ્થળ ઉપર કામગીરી દરમિયાન સ્થળ ઉપર વધારાનુ મટીરીયલ દુર કરવાનુ રહેશે જેથી નાગરિકોને વાહનવ્યવહારમાં તકલીફ ના પડે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.