Home ગુજરાત મ્યુનિસિપલ કમિશનર થેનાર સન ની કામ કરવાની પદ્ધતિથી નાના કોન્ટ્રાક્ટરો માં રોષ

મ્યુનિસિપલ કમિશનર થેનાર સન ની કામ કરવાની પદ્ધતિથી નાના કોન્ટ્રાક્ટરો માં રોષ

20
0

કમિશનર શ્રી ને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી અને નાના માણસોના કામમાં દેખાય છે

(જી.એન.એસ),તા.૧૯

અમદાવાદ સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતા કરોડો રૂપિયાના બિલ્ડીંગ બનાવવાના કામો પુલ બનાવવાના કામો તેમજ રોડ અને આરસીસીના કામો કે જેની બિલની કિંમતો કરોડો રૂપિયાની હોય આવા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો ની કામગીરી ચેક કરવાની જગ્યાએ નાની નાની એનજીઓ કે જે સફાઈ ને લગતી તેમ જ ગટરને લગતી કામગીરી કરતી હોય કે જેનું બિલ મહિને 25000 કે 50,000 સુધીનું બનતું હોય આવા નાના નાના લોકોની એનજીઓ કામ કરતી હોય જેમાંથી મહિને મજદૂરોના પગાર બાદ કરતા માંડ પાંચથી દસ હજાર રૂપિયા નફો મળતો હોય તેમની નાની નાની સંસ્થાઓનું ચેકિંગ ભારપૂર્વક કરવામાં આવી રહ્યું હોય છે ખરેખર તો કરોડો રૂપિયાના બિલ બનતા હોય અને શંકા ના દાયરા માં હોય તેવા મોટા કોન્ટ્રાક્ટરોની કામગીરી તપાસવાની જગ્યાએ નાના નાના કોન્ટ્રાક્ટરોની મંડળી કે એનજીઓ તપાસ કરી તેમને હેરાન પરેશાન કરી રહ્યા હોવાથી ચર્ચાઓ જાણવા મળી છે જેથી નાના નાના કોન્ટેક્ટરોના મનમાં મ્યુનિસિપલ કમિશનર માટે રોષ દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોટા વ્યક્તિઓના કામની તપાસ કરવી જોઈએ કેમ કે તેમના કામમાં મોટાભાગના શંકાસ્પદ કામોથી ભ્રષ્ટાચાર થતો હોય પરંતુ લાગતા વળગતા કર્મચારીઓ દ્વારા તેમને ભ્રષ્ટાચાર ની રકમ મળતી હોવાથી તેમની કામગીરી બહાર આવતી નથી અને જો મ્યુનિસિપલ કમિશનર પ્રમાણિકતાથી તપાસ કરે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મોટા કોન્ટ્રાક્ટરોના માધ્યમથી થઈ રહ્યો હોય તે બહાર આવી શકે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબેંગકોકની શેરીઓમાં ગ્લેમર કારણ કે રાધિકા મદાન તેના આગામી પ્રોજેક્ટ માટે શહેરમાં જોવા મળે છે
Next articleભા.જ.પાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ઓનલાઈન બેઠકમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ  પણ હાજરી આપી