Home ગુજરાત મોરવા હડફના સંતરોડ ગામે ઘર આંગણે બાંધેલા પશુ ચોરી, ચોરીનો વીડિયો CCTV...

મોરવા હડફના સંતરોડ ગામે ઘર આંગણે બાંધેલા પશુ ચોરી, ચોરીનો વીડિયો CCTV કેમેરામાં કેદ

28
0

મોરવાહડફ તાલુકામાં આવેલા સંતરોડ ગામે ઇન્દિરા કોલોનીમાં સવારે કોઈ અજાણ્યા ચોર ઈસમ ઘર આંગણે બાંધી રાખેલ ગૌ વંશને એક સિલ્વર કલરની ફોર વ્હીલ ગાડીમાં ધકેલી ભરી જતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેથી ગૌવંશની ચોરી કરનાર ચોર વિરુદ્ધ મોરવા હડફ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ પ્રાપ્ત વિગત અનુસાર મોરવા હડફ તાલુકાના ઇન્દિરા કોલોની ખાતે રહેતા કમળસિંહ ધીરુભાઈ ભગોરા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલું કે અમારી એક સફેદ કલરની ગાય તથા મારા ફળિયામાં રહેતા ધર્મપાલ પર્વતસિંહ રાવળની એક સફેદ કલરની ગાય એમ બે ગાયો જેની કિંમત 20,000 રૂપિયાની અમારા ઘર આંગણામાં બાંધી રાખી હતી.

ત્યારે કોઈ અજાણ્યો ચોર એક સિલ્વર કલરની ફોર વ્હીલ ગાડીમાં ગૌ વંશ ભરી લઈ ગયા હતા. જેથી ધર્મપાલ પર્વતસિહ રાવળે પોતાની ગાયો ઘરમાં ન મળતા તેઓએ ઇન્દિરા કોલોનીમાં આવેલા માતાજીના ચોકમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ કરાવ્યા હતા. જ્યાં એક સિલ્વર કલરની ગાડીમાં ચાર જેટલા ચોર ઈસમો પૈકી ત્રણ જેટલા ઈસમો તેઓની ગાયોને ગાડીમાં ભરી લઈ જતા હતા. તેનો વીડિયો સીસીટીવીમાં કેમેરામાં કેદ થયો હતો. જેથી કમળસિંહ ધીરુભાઈ ભગોરા અને ધર્મપાલ પર્વતસિંહ રાવળએ મોરવા હડફ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગુનો નોધી વધારે તપાસ હાથ ધરી હતી.

મોરવા હડફ તાલુકાના સંતરોડ પાસે આવેલા ઇન્દિરા કોલોનીમાં વધુ એક ગૌ તસ્કરીનો બનાવ સામે આવેલો છે. જેમાં મોરવા હડફ તાલુકામાં સંતરોડ ગામે આવેલા ઇન્દિરા કોલોનીમાં માતાજીના ચોક ખાતે ગાયને કારમાં લઈ જવાની ગૌ તસ્કરીનો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો થયેલો છે. ત્યારે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકમંગ ઉઠવા પામી છે. ​​​​​​પંચમહાલ જિલ્લામાં રોજબરોજ તેમજ અન્ય જગ્યા પર ગૌ વંશની ગેરકાયદેસર હેરાફેરી તેમજ તસ્કરીના બનાવ બનવો બનતા રહે છે.

મોરવા હડફ તાલુકાના સંતરોડ પાસે આવેલા ઇન્દિરા કોલોનીમાં આવેલા માતાજીના ચોકમાં તા.01/01/2023 ના સવારના એક કાર આવે છે અને તેમાં ચાર જેટલા ઈસમ પૈકી ત્રણ જેટલા ઈસમો બે ગાયને પકડીને તેને કારમાં ધકેલી અંદર બેસાડી લઈ જઈ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગૌ તસ્કરી ઘટના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ગૌ તસ્કરો અને ગેરકાયદેસર કતલખાના ચલાવતા કસાઈઓને કોઈ ડર રહ્યો નથી.

રાત્રિના એકાંત સ્થળે કાર લઈ જઈ ગૌ તસ્કરીને અંજામ આપી રહ્યા છે. સાથે પંચમહાલ જિલ્લા પોલીસ તંત્રની ગૌ વંશની ગેરકાયદેસર હેરાફેરી ડામવા સજાગ છે. તે છતાં પણ ગેરકાયદેસર ગૌ તસ્કરી કરનાર અસામાજિક તત્વોને કોઈનો ડર લાગતો નથી અને બેફામ બની ગાયોની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે સવારે ગૌ તસ્કરી થાય ત્યારે પોલીસ દ્વારા ગુનો આચારનારા સામે એક્શન પ્લાન બનાવવો જોઈએ તેવી લોક માગ ઉઠી છે.

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેઓની કામગીરી બદલ આવકાર મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં જાગૃત રહીશો અને પશુ પ્રેમીઓ દ્વારા ગૌ તસ્કરી કરનાર અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરૂનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો
Next articleસુરેન્દ્રનગરમાં ચોરીના 6 મોટર સાયકલ સાથે 1 શખ્સ ઝડપાયો