Home ગુજરાત સૌરાષ્ટ્ર મોરબી SOG ટીમે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર પિતા-પુત્રને...

મોરબી SOG ટીમે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર પિતા-પુત્રને ઝડપી લીધા

20
0

(GNS),10

સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરતા પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી SOG ટીમે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર પિતા-પુત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માળિયાના હંજીયાસર ગામના મુસ્તાક અનવર જામે પોતાના સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. મોરબી SOG ટીમને ધ્યાનમાં આવતા મુસ્તાકને ઓનેસ્ટ હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે હથિયાર સાથે પોસ્ટ કરવા બદલ કડક કાર્યવાહી કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ફોટામાં રહેલ હથિયાર તેના પિતા અનવર હારુન જામનું હોવાનું સામે આવ્યું હતું. અનવરભાઈ પાસે હથિયારનું લાયન્સ હોય પરંતુ ફોટા પાડવા માટે પુત્રને આપ્યું હતું. લાયન્સની શરતોનો ભંગ કરવા બદલ અનવર જામ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. બંનેને એસઓજી ટીમે ઝડપી હથિયાર અને મોબાઈલ કબજે કર્યો છે. આ ઘટનાની વિગતો જોઈએ તો મોરબી SOG ટીમ સોશિયલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્‍ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા કાર્યરત હતી. આ દરમિયાન માળીયાના જામવાસ હંજીયાસરમાં રહેતા 29 વર્ષીય મુસ્‍તાકભાઇ અનવરભાઇ જામ પાસે કોઈ હથિયારનો પરવાનો કે લાયસન્‍સ ન હોવા છતાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને અપલોડ કર્યો હતો. આ કારણે SOG ટીમે મુસ્‍તાકભાઇ અનવરભાઈ જામને ઝડપી તેની પૂછપરછ હાથ ધરવામાં આવતા ફોટોમાં રહેલ બારબોલનું હથિયાર તેના પિતા અનવરભાઈ હારૂનભાઈ જામનું હોય અને તેનું પાસે હથિયારનું લાયસન્‍સ પણ હોવાનું ખુલતા પોલીસે અનવરભાઈએ મુસ્‍તાકને પોતાનું હથિયાર આપી લાયસન્‍સની શરતનો ભાગ કર્યો હોવાથી ઓનેસ્‍ટ ચેક પોસ્‍ટ પાસે માળીયા-કંડલા હાઇવે રોડ પરથી પિતા-પુત્રને ઝડપી પાડ્‍યા હતા. તેણે ત્રણ મહિના પહેલા પોતાના પિતાનુંᅠ હથિયાર લઈને તેની સાથે ફોટા પડાવી વ્‍હોટ્‍સએપમાં સ્‍ટેટસમાં ફોટા પોસ્‍ટ કર્યા હતા અને ઈન્સ્ટાગ્રામમાં પોસ્‍ટ કર્યા હતા. જે બાદ ફોટા ડીલીટ કરી નાખ્‍યા હતા.ᅠઆ મામલે SOG ટીમે બાર બોરની ડબલ બેરલની બંદુક અને મોબાઇલ ફોન સહિતનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅયોધ્યા રામમંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયું, કેટલીક તસ્વીરો સામે આવી
Next articleજમ્મુ-કાશ્મીરના ડોડામાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો