Home ગુજરાત મોરબી સાયબર ક્રાઈમ પોલીસે રૂ.28 લાખની છેતરપીંડી કરનારને ઝડપી પાડ્યો

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે રૂ.28 લાખની છેતરપીંડી કરનારને ઝડપી પાડ્યો

67
0

આરોપી દ્વારા 90 જેટલી બોગસ વેબસાઈટ બનાવી આચર્યું ફ્રોડ

(જી.એન.એસ) તા. 27

મોરબી,

મોરબીની સાયબર ક્રાઈમ પોલીસે વાઘપરામાં રહેતા હીરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા દ્વારા સોશિયલ મીડીયામાં ટાટા ઝુડીયો ફ્રેન્ચાઇઝી બાબતે સર્ચ કરતા ઝુડીયો ટ્રેન્ટ લિમિટેડ નામનુ પેજ ઓપન થયે તેના પર તેઓએ પોતાની વિગતો ભરી સબમીટ કરેલ હતી. બાદમાં આરોપીઓ દ્વારા ફરીયાદીને ફોન દ્વારા સંપર્ક કરી ડીપોઝીટના નામે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂપીયા ડીપોઝીટ કરાવી કુલ રૂ. 2803500/- નુ ઓનલાઇન ફ્રોડ કરેલ હતુ. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધવામાં આવેલ હતો.

આ મામલે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ફ્રોડમાં થયેલ વિવિધ બેંક ટ્રાન્ઝેક્શનોને એનેલાઇઝ કરતા આરોપી દ્વારા પ્રથમ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રૂપીયા જમા કરાવેલ અને ત્યારબાદ બીહાર રાજ્યમાં રૂપીયા ટ્રાન્સફર કરી એ.ટી.એમ. મશીનો દ્વારા રૂપીયા વીડ્રો કરવામાં આવેલ હતા. આ ટ્રાન્જેક્શનોને ટ્રેક કરી મોરબી સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમ બિહાર રાજ્યમાં મોકલવામાં આવેલ હતી, પરંતુ મોરબી સાયબર ક્રાઈમની ટીમ બીહાર રાજ્યમાં આરોપીઓ સુધી પહોચે તે પહેલા આરોપીઓ અન્ય રાજ્યમાં ભાગી જવાથી મોરબી સાયબર ક્રાઈમની ટીમને સફળતા મળેલ ન હતી. બાદમાં આ ગુનામાં વપરાયેલ ઇ-મેલ આઈડી, ડોમેઇન અને સોશિયલ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ જાહેરાતો છત્તીસગઢ રાજ્યના ભીલાઇ શહેરથી સંચાલીત કરાતી હોવાનું જાણવા મળ્યું હતું.

મોરબી સાયબર પોલીસની ટીમે છત્તીસગઢના ભીલાઇ જઈ વેશ પલ્ટો કરી લોન્ડ્રી વાળા માણસો બની આરોપીના રહેણાંક મકાને જઇ લોન્ડ્રીના કપડા માંગતા આરોપી કપડા આપવા બહાર નિકળતા પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ રીતુઆનંદ પરમેશ્વર પ્રસાદ સીંધ અને તે મુળ ઝારખંડનો રહેવાસી છે. અને  હાલમાં ભીલાઇ, છત્તીસગઢમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાથમિક પૂછપરછમાં આરોપી આઇ.ટી. સેક્ટર, વેબ ડેવલોપીંગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઈટ ડીઝાઇનીંગ અને કંટેન્ટ માર્કેટીંગનો જાણકાર છે. આરોપી દ્વારા RIMOBIT.COM (Rimobit Infotech) નામની કંપની ચલાવી web and Digital services ના નામે પોતાના ભાડાના મકાનમાંથી ઓનલાઇન ફ્રોડનુ નેટવર્ક ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

આરોપી દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના, બીએસએનએલ, ભારતીય સી.એન.જી. પંપ, ચાર ધામ, ટાટા ઝુડીયો, કેમ્પા કોલા, પેઇન્ટ ફ્રેન્ચાઇઝી, રોયલ ઇન્ફિલ્ડ, ફર્ટિલાઈઝર ડિલર શિપ, કસ્ટમર સર્વિસ પોઇન્ટ, ફાઇનાન્સ સર્વિસ પોઇન્ટ, સિમ્પલ એનર્જી, મેક ડોનાલ્ડસ ફ્રેન્ચાઇઝી, કૃષિ સોલાર પંપ યોજના, સિમેન્ટ ફ્રેન્ચાઇઝી, બર્ગર કિંગ, ડોમીનોઝ ફ્રેન્ચાઇઝી, કેએફસી ફ્રેન્ચાઇઝી, કેરલા લોટરી, ઓનલાઈન ગેમિંગ સહિતની 90 બોગસ વેબસાઈટ બનાવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ગૂગલ એડ ચલાવી લોકોને લલચાવીને શિકાર બનાવતો હતો. આરોપીની પુછપરછમાં તેને મોરબીમાં રૂ. 2803500-ની છેતરપીંડી કરી હોવાની કબૂલાત આપી છે. આ ઉપરાંત તેને રાજસ્થાન રાજ્યના ડુંગરપુર વિસ્તારમાં રૂ. 3324500/- અને નવી મુંબઇમાં રૂ. 5470000- મળી કુલ રૂપીયા 1,15,98000 ની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field