કોર્ટે કહ્યું કે, હાલ નીચલી અલદાત કે હાઈકોર્ટમાંથી જામીન મેળવવાના પ્રયાસો કરો
(જી.એન.એસ),તા.૩૦
અમદાવાદ
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. ઓરેવાના માલિક જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત ન મળી. જયસુખ પટેલે જામીન માટે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે રાહ જુઓ. ગુજરાતના મોરબી પુલ હોનારતમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, હાલ નીચલી અલદાત કે હાઈકોર્ટમાંથી જામીન મેળવવાના પ્રયાસો કરો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ થયેલી દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત થયા હતા. ઓરેવા કંપની પાસે આ પુલનો વહીવટ હતો. જયસુખ પટેલ ઓરેવા કંપનીના એમડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.