Home ગુજરાત મોરબીમાં 181 અભયમની ટીમે શહેરમાં ભુલાં પડેલાં અસ્વસ્થ વૃદ્ધાને સુરક્ષિત ઘરે પહોંચાડ્યાં

મોરબીમાં 181 અભયમની ટીમે શહેરમાં ભુલાં પડેલાં અસ્વસ્થ વૃદ્ધાને સુરક્ષિત ઘરે પહોંચાડ્યાં

36
0

મોરબી શહેરના રવાપર રોડ વિસ્તારમાં 83 વર્ષનાં વૃદ્ધાં ભુલા પડ્યા હોવાથી રવાપર વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકનો 181મા કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે અને તેમને મદદની જરૂર છે. જેને પગલે 181ની ટીમ દ્વારા વૃદ્ધાને સુરક્ષિત ઘરે પહોંચાડવામાં આવ્યાં હતાં.

મોરબીના રવાપર રોડ પર 83 વર્ષનાં વૃદ્ધાં અશક્ત હાલતમાં હોવાથી તેઓ ભૂલા પડી ગયા હોવાનો કોલ મળતાં 181 અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મધ્યરાત્રીના સમયે માજી ઘરેની નીકળી ગયા હતા. જેમની સ્થિતિ દયાજનક હતી. તેઓ શરીરે અશક્તિ હોવાથી ચાલી શકતાં ન હતાં.

જેથી વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતાં દીકરાની વહુ સાથે તકરાર થતાં અવારનવાર ઘરેથી નીકળી જતા હોવાનું જાણવા મળ્યું હતું અને સરનામું પૂછતાં બરાબર યાદ ના હોવાથી અનેક પ્રયત્ન કર્યા બાદ ઘરનું સરનામુ મેળવી દીકરાનો સંપર્ક કરી વૃદ્ધાને ઘરે પહોંચાડી દીકરાના વહુને સોપવામાં આવ્યા હતા.

માજી ઉંમરના કારણે માનસિક અસ્વસ્થ હોવાના કારણે વારંવાર ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના બહાર નીકળી જાય છે. તેમના દીકરાની દીકરીએ વધુમાં કહ્યું હતું કે અગાઉ પણ ઘણી વખત માજી ઘરેથી નીકળી ગયા હતા. જેથી 181ની ટીમે પરિવારના સભ્યોને જરૂરી સુચના આપી માજીની સાર સંભાળ લેવા જણાવ્યું હતું.

જે કામગીરીમાં 181 મહિલા અભયમ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ ભારતીબેન અને પાયલોટ હૈદરભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field