Home ગુજરાત મોરબીમાં મહાકાળી માતાના મંદીરમાં માતાજીની મુર્તીમાંથી દાગીના, છત્તર સહિત રૂ. 1.4 લાખની...

મોરબીમાં મહાકાળી માતાના મંદીરમાં માતાજીની મુર્તીમાંથી દાગીના, છત્તર સહિત રૂ. 1.4 લાખની તસ્કરી કરનારને પોલીસે ઝડપ્યો

26
0

મોરબી જિલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે મોરબીના મહેન્દ્રપરા શેરીનં.2 માં આવલા મહાકાળી માતાના મંદીરમાં માતાજીની મુર્તીમાંથી દાગીના અને છત્તર સહિત રૂપિયા 1.4 લાખની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. મોરબીના સરદારબાગ પાછળ શિવમ હાઈટ્સમાં રહેતા દિનેશ મોતીલાલ ભોજાણીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સસ્તા અનાજની દુકાન ચલાવે છે અને દુકાને જતાં પહેલા અને દુકાન બંધ કર્યા બાદ મહાકાળી માતાના મંદીરે દર્શન કરવા જવાનો તેમનો નિત્યક્ર્મ છે.

તારીખ 27 ડિસેમ્બરના રોજ તેઓ રાતના સમયે મંદીરે દર્શન કરવા ગયા હતા. ત્યારે માતાજીના મંદીરે સોનાના છતર તેમજ ચાંદીના છતર હતા. ત્યારબાદ મંદીરના પુજારી દિપકભાઇ એ મંદીરના દરવાજે તાળું મારેલું હતુ. બીજે દિવસે તારીખ 28ના રોજ દિનેશભાઇ સવારના ઘરેથી નિકળીને મહાકાળી માતાના માંદિરે આવતા મંદીરના પુજારી દીપકભાઇ રાત્રીના મંદીરના દરવાજે તાળું મારીને ઘરે ગયેલા હતા અને સવારે આરતી કરવા સારૂ મંદીરે આવતા મંદીરના દરવાજાનુ તાળું તુટેલં હતુ.

માતાજી ઉપર ચડાવવામાં આવેલા સોનાના ત્રણ છતર જેમાં એક છતર એક તોલાનું હતુ તથા ચાંદીના નાના મોટા છતર આઠ તે જોવામાં આવ્યા ના હોવાનું પુજારી દિનેશભાઈ ભોજાણીને જણાવતા મંદિરમાં તપાસ કરતાં તસ્કરોએ માતાજીના મંદીરના દરવાજા તાળા તોડી મંદીરમાં માતાજીની મુર્તી ઉપર ચડાવવામાં આવેલા સોનાના ત્રણ છતર રૂપિયા 1,32,000 તથા ચાંદીના નાના મોટા 8 છતર રૂપિયા 8000 મળી કુલ રૂપિયા 1,40,000ના મુદામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી દિનેશભાઈ પુંજાભાઈ ટુંડીયાને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણામાં ભેજાબાજોએ અજમાવ્યો નવો નુસખો, બિલ્ડરના ખાતામાંથી 30 મિનિટમાં 37 લાખ ગાયબ થઇ ગયા
Next articleસુરતમાં 14 લાખની ઠગાઈ બાદ નામ બદલી ફરતો, ફેસબૂક પર ID બનાવતા વલસાડથી ઝડપાયો