Home ગુજરાત મોરબીમાં ઝુલા પુલ કાંડના આરોપી જયસુખ પટેલની મોદક તુલાથી વિવાદ થયો

મોરબીમાં ઝુલા પુલ કાંડના આરોપી જયસુખ પટેલની મોદક તુલાથી વિવાદ થયો

32
0

(જી.એન.એસ)તા.૧૭

મોરબી,

મોરબી ઝુલા પુલની ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલા થતાં મોરબીના લોકોમાં રોષનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મોરબીમાં ગઈકાલે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન આરોપી જયસુખ પટેલના સન્માનને લઈને વિવિધ ચર્ચાઓ થતા વિવાદ સર્જાયો છે. મોરબી ઝુલા પુલની ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલા થતાં મોરબીના લોકોમાં રોષનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મોરબીમાં ગઈકાલે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન આરોપી જયસુખ પટેલના સન્માનને લઈને વિવિધ ચર્ચાઓ થતા વિવાદ સર્જાયો છે. મોરબીના લજાઈ ગામે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંગે પાટીદાર સમાજના આગેવાન મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે અમારા વડીલોએ લીધેલી જમીન પર સમાજવાડીનું નિર્માણ થયું છે. આજે અમારા સમાજના ઓ.આર.પટેલનું સન્માન થવાનું હતું, પરંતુ તે હાજર ન હોવાથી તેમના કુટુંબના જયસુખભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં એક સરખા વજનનો લાડુ તૈયાર કરીને તેને ત્રાજવાથી તોલીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ લાડુમાંથી 75 કિલોનો પ્રસાદ બનાવીને આસપાસના પટેલ પરિવારોમાં વહેંચવામાં આવશે. અમે લગભગ 60 પરિવારોને આ પ્રસાદ આપીને જયસુખ પટેલનું ઋણ ચૂકવવા માંગીએ છીએ. વર્ષ 20022માં મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં 135થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આ તમામ ઘટનાના આરોપી જયસુખ પટેલનું કડવા પાટીદાર શિક્ષણ બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેને લઈને ગામમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ હતી. ત્યારે મૃતકોના પરિવારો હજુ પણ ન્યાયથી વંચિત છે ત્યારે જયસુખ પટેલને મોદક તુલા આપવાથી પીડિત પરિવારો પર બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અને કોર્ટે જયસુખને મોરબીમાં ન દાખલ કરવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારે મોરબીમાં પ્રવેશબંધી હોવા છતાં કાર્યક્રમ કેવી રીતે થયો તે ચર્ચાનો વિષય બન્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં પોલીસે 30 લાખનું સોનું પડાવી લીધાનો આરોપ નાખવામાં આવ્યો
Next articleઅમદાવાદમાં કરોડના ખર્ચે બનેલી અફલાતુન પોલીસ કમિશનરની ઓફિસમાં જ ફાયર NOC નથી