(જી.એન.એસ) તા.૩
મોરબી,
મોરબીની વાવડી ચોકડી નજીક ખેતરમાંથી સેલ્સમેન યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સેલ્સમેન યુવાન છોટા હાથી વાહન લઈને કામે નીકળ્યો હતો ત્યારે વાવડી ચોકડી નજીક અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હતી. અને કલેક્શન બેગ ખાલી જોવા મળતા લૂંટના ઈરાદે હત્યા થઇ કે અન્ય કારણ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે. મોરબીમાં રહેતા નીખીલ શિવલાલ બારેજીયાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે રાજેશ કાંતિલાલ જોષી નામનો યુવાન મૂળ ઓડેદર ગામ પોરબંદરનો વતની છે અને હાલ તે ટીંબડી પાટિયા નજીક આવેલ ફરિયાદીની રાધિકા સેલ્સ એજન્સીમાં છેલ્લા એકાદ મહિનાથી જોડાયો હતો.જે સેલ્સમેન તરીકે ગોડાઉનમાંથી છોટા હાથી વાહનમાં માલ ભરી મોરબીના અલગ અલગ વિસ્તારમાં આપી સાંજે પરત આવી હિસાબ આપતો હતો.જેને મકાન ના હોય જેથી ગોડાઉનમાં જ સુઈ જતો હતો.ગઇ કાલે સવારે સાડા દસેક વાગ્યે ગોડાઉનથી રૃટીન મુજબ માલ ભરી સેલ્સ કરવા એજન્સીનું છોટા હાથી વાહન લઈને રાજેશ જોષી નીકળ્યો હતો. સાંજે પરત નહિ આવતા સ્ટાફના પ્રકાશભાઈએ ફોન કર્યો.પરંતુ ફોન રીસીવ થયો નહિ.આજે સવારના સાડા સાતેક વાગ્યે રાજકોટ-મોરબી રૃટના કટારીયા કંપનીના ડ્રાઈવરે ફોન કરી જણાવ્યું કે તમારી એજન્સીનું છોટા હાથી વાવડી ચોકડી પાસે પડેલ છે. ગાડીનો આગળનો કાચ તૂટેલો છે.બાજુના ખેતરમાં ડ્રાઈવર રાજેશ જોષીનો મૃતદેહ પડયો છે.જેથી સ્થળ પર પહોંચી જોતા રાજેશ જોષીનો મૃતદેહ પડયો હતો.જેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.ગાડીમાં તેનું આધારકાર્ડ પડેલું હતું.અને કલેક્શન બેગ ખાલી હતી.ગાડીમાં કાગળો વેરવિખેર પડયા હતા.અને મોબાઈલ પણ મળી આવ્યો ના હતો.મોરબી સીટી એ ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ હત્યા લૂંટના ઈરાદે થઇ કે પછી અન્ય કોઈ અંગત કારણોસર તે આરોપી ઝડપાયા બાદ જ સ્પષ્ટ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.