મોરબી તાલુકામાં એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે વનાળીયા ગામમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડા પાડ્યા હતા. જેમાં નસીબ અજમાવતા 12 જુગારીઓ રંગે હાથ ઝડપાયા હતા. જયારે એક આરોપી નાસી ગયો હતો. આ મામલે એલ.સી.બી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, આરોપી મનોજ રતીલાલ સદાતીયા વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી અને રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.
જેના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાંથી જુગાર રમતા ભાવેશ કાનજીભાઇ ભેસદળીયા, પ્રકાશ નરભેરામભાઇ ભૂત, મીલન રમેશભાઇ ગોકાણી, મનીષ કેશવજીભાઇ મોરડીયા, જયદીપ ઘનશ્યામભાઇ ભડાણીયા, ભાવેશ ભગવાનજીભાઇ મેરજા, રવીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ ઉર્ફે ઈન્દુભા ગંભીરસિંહ ઝાલા, લીલાધર બેચરભાઇ સંતોકી, વિશાલ હસમુખભાઇ ગાંભવા, નંદલાલભાઇ લખમણભાઇ રૈયાણી અને હીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને ઝડપી પાડ્યા હતા.
જ્યારે મનોજ રતીલાલ સદાતીયા ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે દરોડા પાડીને ત્યાંથી રોકડ રૂ. 4 લાખ 63 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને પકડાયેલા આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સ્થળ પરથી ફરાર આરોપી મનોજ રતીલાલ સદાતીયાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.