Home દેશ - NATIONAL મોબાઈલ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર માનસિક અત્યાચાર..શું સુપ્રીમકોર્ટની માનહાનિ નથી?

મોબાઈલ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર માનસિક અત્યાચાર..શું સુપ્રીમકોર્ટની માનહાનિ નથી?

752
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર)
સુપ્રીમકોર્ટે આધારલિન્ક બાબતે જ્યાં સુધી અદાલતનો આખરી નિર્ણય ના આવે ત્યાં સુધી મુદત લંબાવી હોવા છતાં મોબાઈલ કંપનીઓ દ્વારા દિવસ દરમ્યાન વારંવાર ગ્રાહકોને વહેલી તકે આધાર લિન્ક કરાવવાના મેસેજ મોકલીને તેમને હેરાન કરવામાં આવી રહ્યાં હોવાનું વ્યાપક ફરિયાદો થઈ રહી છે. જે એક પ્રકારે માનસિક અત્યાચાર કહી શકાય.
સુપ્રીમકોર્ટે આધાર ફરજીયાત કરવાના એક કેસની સુનાવણી દરમ્યાન એવું જાહેર કર્યું કે જ્યાં સુધી કોર્ટનો ચૂકાદો ન આવે ત્યાં સુધી આધારને મોબાઇલ કનેક્શન કે બીજા સાથે ફરજીયાત જોડી શકાય નહીં. સુપ્રીમકોર્ટની આ સ્પષ્ટ જાહેરાત અને સૂચના હોવા છતાં મોબાઈલ કંપનીઓ તમામ ગ્રાહકોને રોજેરોજ દિવસમાં બે ત્રણ વાર ટેપ કરેલો કે સંદેશો બિનજરૂરી રીતે સંભળાવે છે કે જેમાં વહેલામાં વહેલી તકે આધારકાર્ડ લિન્ક કરાવવાની સૂચના આપે છે. જ્યારે સુપ્રીમ કોર્ટે જાહેર કરી દીધું જ છે ત્યારે મોબાઈલ કંપનીઓ શા માટે ગ્રાહકોને બિનજરૂરી રીતે પરેશાન કરી રહી છે? મોબાઈલ કંપનીઓની આ હરકત અને હેરાનગતિ શું સુપ્રીમકોર્ટની માનહાનિ નથી? શું મોબાઇલ કંપનીઓ સુપ્રીમકોર્ટ કરતાં પણ ઉપર છે? સુપ્રીમકોર્ટના આદેશને ધોળીને પી જનાર મોબાઇલ કંપનીઓ સામે સત્તાવાળાઓએ પગલાં ભરવા જોઇએ.
કેન્દ્ર સરકાર આધારને તમામ જાહેરાસેવાઓ સાથે લિન્ક કરવા માંગે છે પરંતુ સમગ્ર મામલો કાયદાની અદાલતમાં વિચારણા હેઠળ છે તેમ છતાં મોબાઇલ કંપનીઓ જે રીતે સુપ્રીમકોર્ટના આદેશનું ઉલ્લઘંન કરીને લાખો કરોડો ગ્રાહકોને આધાર સંબંધી મેસેજ મોકલી માનસિક હેરાનગતિ પહોંચાડી રહી છે તેની પાછળ સત્તાવાળાઓનો કોઈ દોરીસંચાર તો નથી ને એવો પણ પ્રશ્ન કેટલાક જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો છે. કેમ કે આ જાગૃત નાગરિકોને તેમ લાગી રહ્યું છે કે સત્તાવાળાઓ મોબાઈલ કંપનીઓ દ્વારા આ રીતે મેસેજ મોકલીને ગ્રાહકોને એક રીતે ડરાવીને તેઓ આધાર સાથે જોડી દે એમ ઈચ્છતાં હોય તો નવાઈ નહીં. એ પહેલા કે કોઈ જાગૃત નાગરિક કે સંગઠન મોબાઈલ કંપનીઓની આવી હરકત અને હેરાનગતિ સામે સુપ્રીમકોર્ટનું ધ્યાન દોરે તે પહેલા મોબાઈલ કંપનીઓએ આવા બિનજરૂરી મેસેજ બંધ કરી દેવા જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપ સરકારો પ્રથમ કોંગ્રેસને તક પૂરી પાડે , ને પછી રાજકારણ કરવાનો આક્ષેપ કરે
Next articleસ્મૃતિ ઇરાનીનું નવું ગતકડુ હવે લાવશે રેડિયો ફિક્વન્સી વાળા એક્રેડિટેશન કાર્ડ…!!!?