Home ગુજરાત મોબાઈલમાં ખોટી એપ્લીકેશનથી બે શખ્સો રૂ.8 લાખથી વધુ ઓળવી ગયા

મોબાઈલમાં ખોટી એપ્લીકેશનથી બે શખ્સો રૂ.8 લાખથી વધુ ઓળવી ગયા

26
0

ભાવનગર શહેરમાં ફાસ્ટફુડના વેપારીના મોબાઈલ ફોન પર બે શખ્સોએ જુદા જુદા નંબરે ફોન કરી IDEX એપ્લીકેશનમાં રોકાણ કરવાથી ઈન્ટરનેશનસ માર્કેટમાં રોકાણ થશે અને નફો થશે તેવા વિશ્વાસમાં લઈ તેને ફસાવી અલગ અલગ દિવસે કુલ રૂા.8,41,726નું જુદી જુદી બેંકના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાવડાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ સાઈબર પોલીસ મથક ભાવનગર રેન્જમાં કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરના બોરતળાવ રોડ પર હરખાદાદાની વાડી વિસ્તારમાં રહેતા અને ફાસ્ટફુડની દુકાન ધરાવતા ભાવેશભાઈ મોહનભાઈ સવાણીને તેના મોબાઈલ ફોન પર વિવિયન નામના શખ્સે અને ત્યારપછી બીજા નંબર પરથી મેહેર નામના શખ્સે ફોન કરી તેને વાતો કરાવી IDEX નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બાદ તે નાણા પાછા ઉપડાવી લઈ વિશ્વાસ ઉભો કરાવ્યો હતો.

બાદમાં આ એપ્લિકેશનમાં નાણાનું રોકાણ કરવાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ થશે અને નફો થશે તેવા વિશ્વાસમાં લઈ રોકાણને બહાને અલગ અલગ દવસે બે માસ દરમિયાન આઈડીબીઆઈ બેંકના તેના એકાઉન્ટમાંથી રૂા.8,41,726 જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવી બાદ રોકાયેલા નાણા પરત માંગતા તે એપ્લીકેશન જ ખુલતી બંધ થઈ ગયેલ.

જે અંગે તેમણે ફોનમાં વાત પણ નહીં કરતા પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો. આ અંગે ભાવેશભાઈ સવાણીએ સાઈબર પોલીસ મથકે જઈ આ બન્ને મોબાઈલ ધારક શખ્સો વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવશે, ધ્વજા ચડાવશે
Next articleજગદીશ ત્રિવેદી પ્રેરિત આઈફા-કેનેડા સંસ્થા દ્વારા પાટડીમાં નિર્મિત આઈફા બાળ સેવા કેન્દ્રનું લોકાર્પણ