Home દેશ - NATIONAL મોદી સરકારે એરફોર્સને વેપન સિસ્ટમ બ્રાન્ચ બનાવવાની આપી મંજૂરી

મોદી સરકારે એરફોર્સને વેપન સિસ્ટમ બ્રાન્ચ બનાવવાની આપી મંજૂરી

29
0

કેન્દ્ર સરકારે વાયુસેના દિવસ પર ઈંડિયન એરફોર્સમાં ઓફિસર માટે હથિયાર વેપન સિસ્ટમ બ્રાન્ચની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. વાયુસેના પ્રમુખ વીઆર ચૌધરીએ તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, આઝાદી બાદ પહેલી વાર IAF એક નવી અભિયાનગત શાખા બનાવવા જઈ રહી છે. આ શાખા બનવાથી સરકારને ઉડાન પ્રશિક્ષણના ખર્ચામાં કાપ કરીને 3400 કરોડ રૂપિયાથી વધારેની બચત કરવામાં મદદ મળશે.

એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ ચંડીગઢમાં #IndianAirForceDay સમારંભના અવસર પર પોતાના સંબોધનમાં કહ્યું કે, ગત વર્ષે, ભારતીય વાયુસેનાએ પોતાના પડકારોનો સામનો કર્યો અને તમામ મોર્ચા પર ખરી ઉતર્યા. આ નોન કાઈનેટિક અને નોન લીથલ વોરફેરનો જમાનો છે અને તેને યુદ્ધની સમગ્રપણે રીત બદલી નાખી છે. પરંપરાગત સિસ્ટમ અને હથિયારને આધુનિક, લચીલા અને અનુકુળ ટેકનોલોજી સાથે સંવર્ધિત કરવાની જરુરિયાત છે. આપણે આપણા કોમ્બેટ પાવરને ઈંટીગ્રેટ કરીને તેના ઉપયોગની જરુર છે.

ત્રણ સેવાીઓની શક્તિઓને એકીકૃત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે, અમને અમારા પૂર્વવર્તીની આકરી મહેનત, લગન અને દૂરદર્શિતાથી વિરાસતમાં ગૌરવપૂર્ણ ઈતિહાસ મળ્યો છે. અગ્નિપથ યોજનાના માધ્યમથી વાયુ યૌદ્ધાઓને #IndianAirForceમાં સામેલ કરવા આપણા બધા માટે એક પડકાર છે. પણ તેનાથીયે મહત્વની વાત એ છે કે, આ આપણા માટે ભારતના યુવાનોની ક્ષમતાનું દોહન કરવા અને તેને રાષ્ટ્રની સેવામાં લગાવાનો અવસર છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈમરાન ખાનને ડર સતાવી રહ્યો છે કે શું? આ ચાર લોકો તેમની હત્યા કરવા ઈચ્છે છે?
Next articleકડીની બકરા વાલીની ચાલીના જુગારધામ પર પોલીસના દરોડા, પોલીસે 9 ને ઝડપ્યા, 1 ફરાર