Home ગુજરાત મોદી સરકારના ચાર વર્ષમાં ક્રૂડનો ભાવ ૭૫ ટકા ઘટ્યો છતાં પેટ્રોલના ભાવ...

મોદી સરકારના ચાર વર્ષમાં ક્રૂડનો ભાવ ૭૫ ટકા ઘટ્યો છતાં પેટ્રોલના ભાવ આસમાને???

561
0

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૮
મોદી સરકાર અને ભાજપ સત્તાના ચાર વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે આમ પ્રજા મોંઘવારીનો માર અને ચામડી દઝાડતી ભીષણ ગરમીના તાપમાં શેકાઈ રહી છે. આ બધા વચ્ચે વિતેલા છેલ્લા ચાર વર્ષથી સતત વધી રહેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવોએ ગરમીના તાપને વધારી દીધો છે. આજે આપણે ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ સતત વધી રહેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવો અંગે નજર કરીશું.
હકીકત એ છે કે ૨૦૧૪ પછી બે વર્ષમાં કાચા તેલોની કિંમતમાં ૭૫ ટકા ઘટાડો થયો અને મોદી સરકારે બે વર્ષમાં પેટ્રોલના ભાવોમાં મામૂલી ઘટાડો કર્યો. ૨૦૧૪ પછી પેટ્રોલના ભાવોમાં મોદી સરકારે ફક્ત ૧૦-૧૭ ટકા સુધી ઓછા કર્યા. જ્યારે ખરેખર વિશ્વસ્તરે ૭૫ થી ૮૦ ટકા સુધી કાચા તેલોની કિંમતોમાં ઘટાડો થયો હતો. અત્યારના સમયમાં ૭૭.૮૩ રૂ.લીટર પેટ્રોલમાં ૪૬ ફક્ત ટેક્સના રૂપમાં પ્રજાજનો પાસેથી વસૂલાતા હતા.
મે ૨૦૧૪માં જ્યારે ભાજપ સત્તા પર આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ૧૧૧ ડોલર પ્રતિ બેરલ હતા જે ઘટીને હવે ૮૦ ડોલર થઈ ગયા છે. કાચા તેલની કિંમત આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે હાલના જ મહિનાઓમાં મોંઘુ થયું છે છતાં પણ ૨૦૧૪નો ૧૧૧ ડોલર પ્રતિ બેરલથી ૨૮ ટકા નીચે છે. ૨૦૧૪માં પેટ્રોલ રૂ.૭૧.૦૦ હતો જે આજે પ્રતિ લિટર રૂ.૭૭ના આંકને પાર કરી ગયો છે. આ ભાવ દિલ્હીના છે. જ્યારે અલગ-અલગ રાજ્યોમાં ભાવ અલગ-અલગ છે. સરકાર વિપક્ષની માંગ અને નીતિ ાયોગની સલાહનો અમલ કરતાં પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવે તો પેટ્રોલ પ્રતિ લિટર રૂ.૨૫ સસ્તુ થઈ શકે છે.
મે-૨૦૧૪ પછી એક મોકો એવો પણ આવ્યો કે જ્યારે કાચુ તેલ તેજીથી સસ્તુ થયું સાત મહિનામાં જાન્યુઆરી-૨૦૧૫ સુધી કાચુ તેલ ૧૧૧ ડોલરથી ઘટીને ૪૬ ડોલર બેરલ દીઠ પહોંચી ગયું. ભાવો ઘટવાનો આ સીલસિલો અહીં જ નહતો અટક્યો. જાન્યુઆરી-૨૦૧૬માં તો બેરલ દીઠ ૨૯ ડૉલર સુધી ઊતરી ગયો. આ દરમ્યાન કાચા તેલ ૭૫ ટકાએ લટી ગયો પરંતુ પેટ્રોલ ફક્ત ૧૭ ટકા સસ્તુ થયું. નોંધનીય છે કે પેટ્રોલ-ડિઝલના ભાવો મોંઘા થવાનું મોટુ કારણ છે એક્સાઈઝ ડ્યૂટી. કંપનીઓની કમાણી અને ૪૬ ટકા કર લગાડ્યો તે છે. આ સમય દરમ્યાન મોદી સરકારે નવ વારથી વધુ એક્સાઈઝ ડ્યૂટી વધારી એટલે કે જનતા પેટ્રોલની આગમાં સળગતી રહી છે અને સરકાર કમાણી કરતી રહી. આવક વધારતી રહી.
કેન્દ્ર સરકારની કુલ એક્સાઈઝ રેવન્યુમાં ૮૫ ટકાનો હિસ્સો અને કુલ ટેક્ષ રેવન્યુમાં ૧૯ ટકા હિસ્સો પેટ્રોલ-ડિઝલનો હોય છે. વિતેલા છેલ્લા ચાર વર્ષમાં તેલ કંપનીઓએ બેફામ કમાણી થઈ. આ દરમ્યાન ૨૦૧૭-૧૮માં ઈન્ડિયલ ઓઈલ કોર્પોરેશનનો ચોખ્ખો નફો ૨૧.૩૪૬ કરોડ રૂપિયા થયો. જે અતયાર સુધીનો સૌથી વધુ નફો છે. આ સમય દરમ્યાન ૫.૦૬ લાખ કરોડનું ટર્નઓવર થયું. ૨૦૧૪-૧૫ના ૫.૨૭૨ કરોડ રૂપિયાની તુલનામાં આઈઓસીનો નફો ચાર ગણોથી પણ વધુ થયો. ૨૦૧૮ માર્ચ ત્રિમાસિકમાં ૪૦ ટકા વધુ નફો થયો. જે અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે. ૨૦૧૪-૧૫માં ૨.૭૩૩ કરોડની સરખામણીએ વધુ નફો થયો.રીફાઈનિંગ માર્જીન અને ઈન્પેન્ટ્રી એટલે કે જૂના સ્ટોકથી કંપનીને ફાયદો થયો. ચોખ્ખો નફો ૫.૨૧૮ કરોડ રૂપિયા રહ્યો. ગત વર્ષના આજ ત્રિમાસિક નફો ૩.૭૨૦.૬૨ કરોડ હતો. ૨૦૧૮ના માર્ચ ત્રિમાસિકમાં એચપીસીએલનો નફો ૪ ટકા ઘટ્યો. પરંતુ વિતેલા એક વર્ષમાં ૬.૩૫૭ કરોડનો નફો થયો. જે અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે. ૨૦૧૪-૧૫ની ૨.૭૩૩ કરોડની સરખામણીએ ૨૦૧૭-૧૮માં કંપનીને બે ગણાથી પણ વધુ નફો થયો છે.
કાચુ તેલ સસ્તુ થવાથી જેટલો ફાયદો જનતાને મળવો જોઈતો હતો તેનો ચોથો ભાગ પણ ન મળ્યો આવું એટલા માટે કેમ કે ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ દરમ્યાન સરકારે નવ વાર એક્સાઈઝ ડ્યૂટી વધારી. એક્સાઈઝ ડ્યૂટીથી સરકારને મોટી કમાણી થઈ. ૨૦૧૩-૧૪માં ૮૮.૬૬૦ કરોડ રૂપિયા હતી. ૨૦૧૬-૧૭માં વધીને ૨.૪૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. ચાર વર્ષમાં પેટ્રોલ ઉપર ૧૦૫ ટકા અને ડિઝલ ૩૩૦ ટકા વધેલી એક્સાઈઝ ડ્યૂટી લગાવવામાં આવી હતી. એક આશ્ચર્યજનક બાબત એ છે કે સરકારની ૧૦૦ રૂપિયાની આવકમાં ૧૯ રૂપિયા પેટ્રોલ-ડિઝલથી આવે છે. મોદી સરકારે ૨૦૧૬-૧૭માં પેટ્રોલિયમ પેદાશો પર ૨.૭૩ લાખ કરોડ રૂપિયા ટેક્સના રૂપમાં કમાણી કરી. આ સરકારને ટેક્સથી થયેલી કુલ આવકના(૧૯.૪૬ લાખ કરોડ) ૧૪ ટકા હિસ્સો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનીતિનભાઇનો ‘પાટીદાર પાવર’ બતાવવાનો મૂડ…?, “હું નહીં તો તું પણ નહીં”…!!
Next articleમોદીની એક “લોલીપોપે” દેશમાં કટ્ટર પ્રદેશવાદનું રણશિંગુ ફૂંકાયું…?